એક નાનકડી એવી ભૂલના કારણે અકસ્માતમાં પિતા અને 3 વર્ષની દીકરીએ એકસાથે ગુમાવ્યો પોતાનો જીવ – જાણો સમગ્ર ઘટના

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે એક નાનકડી ભૂલને કારણે એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતની ઘટનામાં પિતા અને દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના રાજસ્થાનના પિડવાડામાં બની હતી.

અહીં ડીસાના પિતા અને દિકરીને અકસ્માત નડયો હતો. અકસ્માતમાં એક સાથે પિતા અને દીકરીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ અકસ્માતની ઘટના એક નાનકડી ભૂલને કારણે બની હતી. એક નાનકડી ભૂલે પિતા અને દીકરી નો જીવ લીધો છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 27 વર્ષીય રવિભાઈ અને 3 વર્ષીય યાનસી કરુણ મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ સ્વીફ્ટ કારમાં સવાર ડીસાનું પરિવાર ઉદયપુરથી ડીસા જઈ રહ્યું હતું. ત્યારે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ ઉદયપુર ફોરલાઈન હાઇવે પર કંતાલ ગામ પાસે કારનો આગળનો ટાયર ફાટતાં કાર બેકાબુ બની ગઈ હતી.

જેથી બેકાબૂ કાર એક મોટા ખડક સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં ત્રણ વર્ષીય બાળકી અને તેના પિતાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં 6 લોકો સવાર હતા. એમાંથી બે લોકોના કરૂણ મૃત્યુ થયા છે. અન્ય ઈજા ગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે..

એક સાથે પિતા અને દીકરીનું મૃત્યુ થતાં પરિવારજનો અને ડીસા પંથકમાં માતમ છવાઇ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે કારના આગળના ટાયરમાં વધુ હોવા હોવાના કારણે ટાયર અચાનક ફાટી ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*