આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે સોશિયલ મીડિયામાં ઘણી ગંભીર અકસ્માતની ઘટનાના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં બનેલી રુવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર એક ઝડપી ટ્રેલરે ટેમ્પાને જોરદાર ટક્કર લગાવી હતી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર ટેમ્પામાં સવાર તમામ લોકો દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. આ ગંભીર અકસ્માતની ઘટના આઝમગઢમાં મોડી રાત્રે બની હતી.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ગંભીર અકસ્માતની ઘટના રાત્રે 12:00 વાગ્યાની આસપાસ બની હતી. પંજાબ નેશનલ બેંકની સામે પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે સામેથી આવતા ટેમ્પાની જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ ઘટનામાં 17 વર્ષીય નેહા, કાર્તિક અને ગામા નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ગંભીર અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ટ્રેલરના ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. હાલમાં ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment