કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિ કાયદાનો ગુજરાતના આ શહેરના ખેડૂતો પણ કરશે વિરોધ, કિસાન યુનિયનની બેઠક યોજાઇ

245

સમગ્ર દેશભરમાં ચાલી રહેલા ખેડૂતોને કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન વેગ પકડી રહ્યું છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પણ નવા વર્ષે ખેડૂતોને આંદોલનમાં જોડાયા છે અને આગામી દિવસોમાં ગામડે ગામડે પહોંચી ખેડૂતોને કૃષિ કાયદા વિશે માહિતી આપવાની હાકલ કરવામાં આવી છે. ઝાલાવાડના ખેડૂતોએ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાને કાળો કાયદો ગણાવીને બાયો ચઢાવી છે.આ શહેરના ખેડૂતો પણ કરશે વિરોધ, કિસાન યુનિયનની બેઠક યોજાઇ.

ત્યારે વઢવાણ ખાતે ભારતીય કિસાન યુનિયન ની બેઠક શુક્રવારના રોજ યોજાઈ હતી.જિલ્લા ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલની આગેવાનીમાં ભારતીય કિસાન યુનિયન પ્રમુખ પ્રદીપસિંઘ તેમજ પૃથ્વી સિંહ ઝાલા તથા વઢવાણ શહેર તથા તાલુકાના ખેડૂતોને ઉપસ્થિતિ રહી હતી.

આ કિસાન મીટીંગ આયોજનમાં સંબોધન કરતા પ્રદિપસિંઘ જણાવ્યું કે જિલ્લાના ગામડે ગામડે વસતા ખેડૂતો ને જાગૃત કરવા હાકલ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિ કાયદાનો ગુજરાતના આ શહેરના ખેડૂતો પણ કરશે વિરોધ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!