વર્ષ 2019 ના રવિ પાકના નુકસાનના વીમા મામલે હાઈકોર્ટે સૌથી મહત્વનો ચુકાદો આપ્યો છે. ધાંગધ્રા તાલુકાના 30 ખેડૂતો હાઇકોર્ટમાં જતાં વીમા કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. ખેડૂતોના પક્ષમાં એક ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે.
અને વર્ષ 2019 ના રવિ પાકના નુકશાનમાં વીમા મામલે હાઇકોર્ટે સૌથી મહત્વનો ચુકાદો આપ્યો છે. એક સાથે 30 ખેડૂતો હાઇકોર્ટના દરવાજે પહોંચ્યા છે.2019 ના શિયાળુ પાક ને માવઠાના કારણે નુકસાન થયું હતું.
વીમા કંપનીએ જુદા જુદા બહાના કાઢીને ખેડૂતોનો કલેઇમને નકાર્યો હતો. જે બાદ ધાંગધ્રા તાલુકાના 30 ખેડૂતો હાઇકોર્ટમાં જતા વીમા કંપનીને ફટકાર પાડી છે.
હાઈકોર્ટે વીમા કંપનીને કહ્યું, ખેડૂતોને નુકસાન ની મોડી જાણ કરી તેનો મતલબ એવો નથી કે તેમનો વીમો નહીં આપો. ખેડૂતોને વીમા કંપનીને મોડી જાણ કરી હોવા છતાં પૂરો વીમો આપવો પડશે.
સુરેન્દ્રનગર જિલ્લાના 2019 ના રવિ પાક કપાસ અને એરંડા ના ખેડૂતો માટે મહત્વનો ચુકાદો આપ્યો છે. રાજ્ય સરકારના સર્વેમાં પાકને 33 ટકા નુકસાન પણ પાક વીમા કંપનીએ વીમો જ ન આપ્યો.
વીમા કંપનીએ ચાલાકીથી અરજી રદ કરી હતી અને કેટલાક માત્ર એક ટકા વળતર આપ્યું હતું. હવે યુનિવર્સલ સોંપો જનરલ ઇન્શ્યોરન્સ કંપની ખેડૂતોને વળતર ચૂકવે તેવો હાઈકોર્ટનો આદેશ થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment