રાજ્યભરના ખેડૂતોને મગફળીના આ ભાવો મળતા ખેડૂતો જોવા મળ્યા ખુશમ ખુશ

Published on: 11:39 am, Wed, 28 October 20

રાજ્ય સરકાર દ્વારા ભાવનગર સહિત રાજયભરમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે અને તેના માટે ખેડૂતોને ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું.હાલ રાજ્યભરના ખેડૂતોને મેસેજ કરવામાં આવી રહ્યો છે પરંતુ માર્કેટિંગ યાર્ડ ના ટેકાના ભાવ કરતાં મગફળીના વધુ ભાવ હોવાથી ખેડૂતો વેપારીઓ ને મગફળી વેચવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ટેકાના ભાવ કરતાં પણ વધારે ભાવ મળતા ખેડૂતોને ખુશીની લાગણી જોવા મળી રહી છે.હાલમાં સારી મગફળી ના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા છે.

પરંતુ નબળી મગફળીના ભાવ હજુ વધારે હોવાનું જણાઈ રહ્યું છે. રાજા બની યાર્ડ મગફળીના વધુ ભાવ હોવાથી ખેડૂતો ટેકાના ભાવે આપતા હોવાની ચર્ચા પણ સાંભળવા મળી રહે છે.ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ટેકાના ભાવે મગફળી વેચવા બે દિવસમાં માત્ર 55 જ ખેડૂતો આવ્યા અને મગફળીના વધુ ભાવ હોવાથી ખેડૂતો ટેકાના ભાવે આપતા ન હોવાની ચર્ચા પણ જોવા મળી રહી છે.

આવતીકાલે મંગળવારના રોજ 100 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા પરંતુ ઓછા ખેડૂતો મગફળી ને ટેકાના ભાવે વેચવા આવ્યા હોવાનું જાણવા મળે છે. સરકારના નિયમ મુજબ ટેકાના ભાવે મગફળી ₹1055 ખરીદવામાં આવી રહી છે અને સારી મગફળી લેવામાં આવી રહી છે.

પરંતુ બહાર વેપારીઓ દ્વારા નવી સિંગના મણના ભાવ ₹875 થી 1341 રહ્યા છે અને સિંગ જી 20 ના ₹935 થી 1096 આસપાસ બોલાયા હતા.ટેકાના ભાવ કરતાં ખેડૂતોને વધારે ભાવ મળતા ખેડૂતો સીધા જ વેપારીઓને મગફળી વેચાણ કરતા હોવાનું જાણવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!