લખીમપુર મામલે ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મોટું નિવેદન,તાત્કાલિક ભાજપના આ લોકોને જેલ ભેગાં નહીં કરવામાં આવે તો…

39

લખીમપુર ખીરીમાં 3 ઓક્ટોબરના રોજ ભાજપના નેતાએ ખેડૂત પર કાર ચઢાવી દીધી હતી.જેમાં 4 ખેડૂતોના મોત નિપજ્યા હતા. આ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે લખીમપુર ખીરી માં ખેડૂતો એક અંતિમ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું.

જેમાં આવેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે માંગણી કરી હતી કે આ સમગ્ર ઘટના માટે જવાબદાર કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા અને તેનો પુત્ર આશિષ મિશ્રાને તાત્કાલિક જેલભેગા કરવામાં આવી.આ પ્રાર્થના સભામાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંડીગઢ થી મોટી સંખ્યામાં ખેડૂતો લખીમપુર ખીરી પહોંચ્યા હતા.

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પણ સભામાં પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે બેસીને સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને પ્રાર્થના કરી હતી.રાકેશ ટિકૈતે વનસ્પતિ કહ્યું કે મંત્રીના પુત્ર ને રેડ કાર્પેટ વડે ધરપકડ થઈ રહી છે અને ગુલદસ્તા વડે તેની પૂછપરછ થઈ રહી છે.

જ્યાં સુધી કેન્દ્રીય મંત્રી ની આ કેસમાં ધરપકડ ન થાય અને મંત્રી પદેથી હટાવવામાં ના આવે ત્યાં સુધી આંદોલન જારી રાખવામાં આવશે અને તેની આગામી રૂપરેખા લખનઉ માં આયોજીત 26 મી ઓક્ટોબર મહાપંચાયત માં તૈયાર કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!