ખેડૂત નેતા રાકેશ ટિકૈત એ કેન્દ્ર સરકાર ને આપી ચેતવણી, કહ્યુ કે ઈલાજ કરવો પડશે, ખેડૂતોને આ તૈયારી કરવાનો આપ્યો આદેશ.

દેશમાં ખેડૂત આંદોલનને લઇને હજુ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. લગભગ છેલ્લા 7 મહિનાથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર નવા કૃષિ કાયદાને લઈને વિરોધ કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે 11 વખત વાતચીત થઈ ગઈ છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી.

એવામાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને મોટી ચેતવણી આપી. કહ્યું કે સરકાર ને મનાવવાની નથી, ઈલાજ કરવો પડશે. છેલ્લા સાત મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને સરકાર અને ખેડૂત વચ્ચે ઘણી બેઠકો પણ થઈ ગઈ છે.

છતાં ખેડૂતોની માંગણીને લઇને કોઈ નિર્ણય લીધો નથી. આ કારણોસર ખેડૂતો પણ કોઈ પણ સમાધાન વિના પરત ફરવા તૈયાર નથી.

રાકેશ ટિકૈતે રવિવારના રોજ ટ્વિટ કરીને કહ્યું કે હવે સરકાર નો ઈલાજ કરવો પડશે તે માનવા વાળી નથી. આ ઉપરાંત તેઓએ ખેડૂતોને ટ્રેક્ટર તૈયાર રાખવાનું પણ કહ્યું. જેથી ફરીથી દિલ્હી કૂચ કરી શકાય.

આ ઉપરાંત તેમને આંદોલનને વેગ આપવાની પણ ચેતવણી આપી દીધી છે. 26 જૂને આંદોલનના 7 મહિના પૂરા થઈ જશે. લગભગ દેશમાં 40 ખેડુત સંગઠનો કૃષિ કાયદાને રદ કરવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ખેડૂતોની માંગ છે કે નવા કૃષિ કાયદાને રદ કરીને ન્યૂનતમ સમર્થન મૂલ્યની કાયદાની ગેરંટી આપી. ખેડૂત અને સરકાર વચ્ચે 22 જાન્યુઆરી ના રોજ વાતચીત થઈ હતી. ત્યાર બાદ 26 જાન્યુઆરીએ ખેડૂતો તરફથી ટ્રેક્ટર રેલીનું આયોજન થયું. રેલી સમયે ઘણી હિંસા પણ થઈ હતી.

આ મુદ્દે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તમારે નવા કૃષિ કાયદાને પરત લેવાની મનાઈ કરી દીધી. આ ઉપરાંત તેમને કહ્યું કે તેઓ ખેડૂતો સાથે અડધી રાત્રે પણ વાત કરવા તૈયાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*