ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ફરી એકવાર ભારત બંધ ને લઇને કરી મોટી જાહેરાત.

રાકેશ ટિકૈતે ખેડૂતોને કહ્યુ કે કોઈ સરકારી એજન્સી ડરાવવાની કોશિશ કરે તો તેમને બંધક બનાવો અને સાથે 26 માર્ચે સપૂર્ણ ભારત બંધ ની જાહેરાત કરી છે.ખેડૂત આંદોલન જે મુહિમ ચાલી રહી છે.

તેમાં મહાપંચાયત માં ભારતીય ખેડૂત યુનિયન ના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકૈતે સરકાર પર પ્રહાર કર્યા છે.તેઓએ વધારે માં કહ્યુ કે ખેડૂતોને મજૂર બનાવવાની સાજિસ ચાલી રહી છે.

આ સમય દરમિયાન રાકેશ ટિકૈતે 26 મી જાન્યુઆરી ની ઘટના નો પણ ઉલ્લેખ કર્યો હતો.તેઓએ કહ્યુ કે એક પાઇપ પર ધાર્મિક ઝંડો લગાવ્યો એમાં શું પાપ કરી લીધું અને તેઓએ કહ્યુ કે લાલ કિલ્લો સરકારે પહેલા જ વેચી ચૂકી છે.

તેઓએ હરિયાણા ના મુખ્યમંત્રી ને નિશાન સાધવતા કહ્યુ કે સીએમ ખ્ટ્ટર માં હિમંત છે તો હેલિકોપ્ટર માંથી નીચે આવીને બતાવે.તેઓએ એમ પણ કહું કે સરકાર ખેડૂતોનો અવાજ ઉઠાવનાર ને પરેશાન કરે છે.

રાકેશ ટિકૈતે કહ્યુ કે ખેડૂત ના હિતેક્ષી નેતાઓને એકલા સમજવાની કોશિશમાં સરકાર ન રહે અને તેમની સાથે ખેડૂત અને સામાન્ય માણસ છે.તેઓએ કહ્યુ કે 26 માર્ચે પૂર્ણ રીતે ભારત બંધ રહેશે.

તેમાં રેલ અને સડગ માર્ગ પર પણ ચક્કાજામ કરાશે.રાકેશ ટિકૈતે બુધવારે મહમના 24 ચબૂતરા પર આયોજિત કિશાન મજદૂર એકતા મહાપંચાયત માં લોકોને સંબધિત કરી રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*