રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સારો એવો વરસાદ માહોલ જામ્યો છે. ઘણી જગ્યાએ વરસાદ ભારે પવન અને વીજળી સાથે વરસી રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લામાં વીજળી પડવાથી એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકામાં ચાણસોલ ગામમાં વીજળી પડતા એક ખેડૂત નું મૃત્યુ થયું છે.
મળતી માહિતી અનુસાર ખેડૂત પોતાના કામ લઈને ખેતરમાં ગયા હતા તે દરમિયાન તેમની પર વીજળી પડી હતી અને તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.
મહેસાણા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સારો એવો વરસાદ માહોલ જામ્યો છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચણસોલ ગામમાં રહેતા ગોવિંદજીભાઈ નામના 36 વર્ષીય ખેડૂતનું વીજળી પડવાના કારણે મૃત્યુ થયું છે.
મળતી માહિતી મુજબ ગોવિંદજીભાઈ પોતાના ખેતરમાં ખેતી ના કામ માટે ગયા હતા. તે દરમિયાન વીજળી તેમના પર પડી હતી એના કારણે તેમનું મૃત્યુ ઘટનાસ્થળે જ થઈ ગયું હતું.
પરિવારને જાણ થતાં પરિવાર તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલમાં ખેડૂતને મૃત જાહેર કરવામાં આવ્યો હતા.
મળતી માહિતી અનુસાર મહેસાણામાં વીજળી પડવાના કારણે મૃત્યુ થવાની આ ત્રીજી ઘટના સામે આવી છે. મહેસાણામાં અત્યાર સુધીમાં વીજળી પડવાના કારણે ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!