જાણીતી અભિનેત્રીને જાહેરમાં બે વર્ષની દીકરીની નજર સામે ગોળી મારી દીધી, અભિનેત્રીનો જીવ લેનાર બીજું કોઈ નહીં પરંતુ તેનો જ… જાણો સમગ્ર ઘટના…

હાલમાં બનેલી એક ચોક આવનારી ઘટના સામે આવી છે. બુધવારના રોજ ઝારખંડની જાણીતી અભિનેત્રી રીયા કુમારી ઉર્ફે ઈશા આલિયા પર જાહેરમાં ગોળી ચલાવવામાં આવી હતી. આ કારણોસર રિયા કુમારીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે છવાઈ ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રી રિયા કુમારીનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેના પતિ જ લીધો છે.

ત્યારબાદ પતિએ પોલીસને લૂંટફાટની કહાની જણાવી હતી. મળતી માહિતી અનુસાર પોલીસે મૃત્યુ પામેલી અભિનેત્રીના પરિવારની ફરિયાદ પર તેના પતિ ડાયરેક્ટર પ્રકાશ અલબેલાની ધરપકડ કરી છે. અભિનેત્રી નો પતિ વારંવાર પોતાના નિવેદન બદલી રહ્યો છે. તેથી પોલીસ આજ રોજ તેને કોર્ટમાં રજૂ કરશે.

હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી ચાલુ છે. ડાયરેક્ટર પ્રકાશ અને અભિનેત્રી ઈશાએ પ્રેમ લગ્ન કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં તો પ્રકાશે રિયાને અપનાવવાની ના પાડી દીધી હતી. ત્યાર પછી આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો અને ત્યારબાદ બંને લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ બંને રાંચીના એક પ્લેટમાં સાથે રહેતા હતા. અભિનેત્રી ઈશા આલિયાના મૃત્યુના કારણે બે વર્ષની નાની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ સવારે હાવડામાં નેશનલ હાઈવે 16 પર બની હતી. સમગ્ર ઘટનાને લઈને કોલકાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, અભિનેત્રી રિયા કુમારી તેના પતિ પ્રકાશ અને બે વર્ષની દીકરી સાથે કારમાં કોલકાતા જઈ રહ્યા હતા. ત્યારે પ્રકાશે રસ્તામાં કાર રોકી હતી. પ્રકાશના નિવેદન અનુસાર આ દરમિયાન કેટલાક લુટેરાઓ ત્યાં આવ્યા હતા. તેની સાથે થયેલી ઝપાઝપીમાં લુટેરાઓએ ફાયરિંગ કર્યું હતું અને તે ગોળી રિયાને વાગી હતી.

પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રકાશ એ જ રિયા પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો છે. હજુ સુધી રિયાના મૃત્યુનું સાચું કારણ સામે આવ્યું નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે અને રિયાના જીવ લેવાનો પેલી શંકા તેના પતિ ઉપર જય છે. સમગ્ર ઘટનાને લઈને તપાસ પૂર્ણ થયા બાદ ચોક્કસ માહિતી સામે આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*