અંગદાનનું નામ આવે એટલે ગુજરાતનું નામ પહેલા નંબરે હોય છે. ત્યારે વડોદરામાંથી અંગદાન નો વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં એક યુવકનું બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. પરિવારના જુવાનજોધ દીકરાનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
પછી તો આવી દુઃખની ઘણી વચ્ચે પરિવારના સભ્યોએ દીકરાના અંગોનું દાન કરીને માનવતા મહેકાવી આવી હતી. જાણવા મળી રહ્યું છે કે યુવકની બે કિડની, બે આંખો અને લીવરનું દાન કરવામાં આવ્યું છે. જેનાથી પાંચ લોકોને નવજીવન મળશે.
વિગતવાર વાત કરીએ તો, વડોદરામાં રહેતા 32 વર્ષના ઉમંગભાઈ સંજયભાઈ નામના વ્યક્તિને બ્રેઈન હેમરેજ થતાં તેમને શહેરની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં બે દિવસની સારવાર બાદ મંગભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા.
પછી પરિવારના સભ્યોએ ઉમંગભાઈના અંગોનો દાન કરવાનું તૈયારી બતાવી હતી. પછી ઉમંગભાઈના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. સયાજી હોસ્પિટલમાં આ પાંચમું અંગદાન છે. જાણવા મળી રહ્યું છે કે અમદાવાદની સરકારી સંસ્થા દ્વારા ઉમંગભાઈના અંગો લઈ જવામાં આવ્યા છે. ઉમંગભાઈના અંગોથી પાંચ લોકોને નવું જીવન મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment