આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે જેમાં લોકો પોતાના કોઈ અંગત કારણોસર અથવા તો કોઈનાથી કંટાળીને અથવા તો કોઈ અન્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં રતલામમાં તૈનાત એક્સરસાઇઝ કોન્સ્ટેબલના પુત્રએ અન્નપૂર્ણા વિસ્તારમાં ઝેરી દવા પીય લીધી હતી.
ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં શનિવારના રોજ રાત્રે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલો યુવક એમ.એ.નો વિદ્યાર્થી હતો. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ મનીષ હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી.
તે રાજભાગ કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. શુક્રવારના રોજ અન્નપૂર્ણા વિસ્તારમાં બેભાન હાલતમાં મનીષ મળી આવ્યો હતો. ત્યાર બાદ એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મનીષને શનિવારના રોજ સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું.
મૃત્યુ પામેલા મનીષના પિતા એક્સાઇઝ વિભાગમાં કોન્સ્ટેબલ છે. અભ્યાસ પુર્ણ થયા બાદ નોકરી ન મળવાના કારણે મનીષ તણાવમાં આવી ગયો હતો અને આ પગલું ભરી લીધું હશે તેવું પોલીસને જણાવ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઇને તપાસ ચાલી રહી છે.
આ ઘટના બનતા જ મનીષના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મનીષના પરિવારમાં તેનાં માતા-પિતા અને નાના ભાઈનો સમાવેશ થાય છે. મનીષ એ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
પરંતુ પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, અભ્યાસ પુર્ણ થયા બાદ નોકરી ન મળતાં મનીષ તણાવમાં આવી ગયું હતું અને તણાવમાં આવી ને તેને આ પગલું ભર્યું હશે. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment