ગુજરાત સહિત સમગ્ર દેશમાં જીવ લેવાની અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસે વધતી જાય છે. ત્યારે હાલમાં એક જીવ લેવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઉદયપુરમાં એક પ્લેટમાં ઘૂસીને એક મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાને લઇને મોટો ખુલાસો થયો છે. મહિલાની જીવ તેના પૂર્વ બોયફ્રેન્ડ દ્વારા લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર મહિલાના લગ્નનો યુવક સાથે થતાં બોયફ્રેન્ડ ખૂબ જ નારાજ થઈ ગયો હતો. લગ્ન બાદ આરોપી યુવક મહિલા અને તેના પતિને અનેક વાર ફોન કરીને જીવ લેવાની ધમકી આપતો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 27 વર્ષીય નેહા કુમારી નામની મહિલાનો જીવ લેવામાં આવ્યો છે. નેહા ઉદયપુરમાં પોતાના પતિ અને 9 મહિનની દીકરી સાથે એપાર્ટમેન્ટમાં રહેતી હતી.
બુધવારના રોજ નહીં પોતાની દીકરી સાથે ફ્લેટ પર એકલી હતી. આ દરમિયાન બે યુવકો ફ્લેટમાં ઘૂસે છે અને પિસ્તોલ વડે પ્રહાર કરીને લેવાનો જીવ લઇ લે છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
આ સમગ્ર ઘટનાને લઇને નેહાના પતિ ચંદન સિંહે જણાવ્યું કે, તેના લગ્નના 3 વર્ષ પહેલા થયા હતા. મળતી માહિતી અનુસાર લગ્નના લગભગ એક વર્ષ પહેલાં નેહાની સગાઈ શક્તિસિંહ નામના યુવક સાથે સગાઈની વાત ચાલતી હતી. નેહા અને શક્તિસિંહ એકબીજા સાથે ફોનમાં ઘણી વાતો કરતા હતા. બંને એક-બીજાને ખૂબ જ પસંદ કરતા હતા.
પરંતુ આ સંબંધ ના પરિવારજનોને પસંદ ન હતું તેથી બંનેના લગ્ન શક્ય ન હતા. ત્યારબાદ નેહાએ શક્તિસિંહથી દૂરી બનાવી લીધી હતી. ત્યારબાદ શક્તિસિંહ નેહાને સતત ફોન કરતો અને નેહાને પરેશાન કરતો હતો. નેહાને શક્તિસિંહ કહેતો હતો કે તું લગ્ન કરીશ તો તારો જીવ લઇ લેશે.
આ વાતને સામાન્ય માનવીને નેહાના પરિવારજનોએ નેહાના લગ્ન બીજા યુવક સાથે કરાવી દીધા હતા. લગ્ન બાદ પણ શક્તિસિંહ નેહાને ફોન કરતો હતો અને નેહાના પતિને પણ અનેક ધમકીઓ આપતો હતો. લગભગ એક વર્ષ પહેલા નેહા અને તેનો પતિ ઉદયપુર રહેવા આવ્યા હતા. જ્યાં નેહાએ એક દીકરીને જન્મ આપ્યો હતો.
બુધવારના રોજ બે યુવકો નેહાના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેનો જીવ લઇ લીધો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે શંકાના આધારે એવું દેખાઈ રહ્યું છે કે, નેહાનો જીવ તેના પૂર્વ પ્રેમીએ લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!