ગર્લફ્રેન્ડના નામનું ટેટુ તો બધા દોરાવતા હોય, પરંતુ આ યુવાને પોતાની પીઠની પાછળ 59 એવા નામ દોરાવ્યા કે… જે નામ વાંચીને તમે પણ યુવાનની વાહ વાહ કરશો…

Published on: 1:23 pm, Wed, 25 January 23

મિત્રો આજના આધુનિક યુવાનો અને યુવતીઓના પ્રેમસંબંધના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. તમે ઘણા એવા યુવાનોને જોયા હશે જેવો પ્રેમમાં પોતાની ગર્લફ્રેન્ડના નામનું ટેટુ ધરાવતા હોય છે. પરંતુ આજે આપણે એવા યુવાન વિશે વાત કરવાના છીએ જેને પોતાની પીઠ પર 59 એવા નામ લખાવ્યા છે કે જે વાંચીને તમારે છાતી પણ ગર્વથી ફુલી ઉઠશે.

મિત્રો દેશના શહીદ જવાનો પ્રત્યે તમામ તમામ દેશવાસીઓ મનથી શ્રદ્ધાભાવ રાખે છે. ત્યારે આજે આપણે રાજસ્થાનના અલવર જિલ્લાના શાહજહાંપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડા લામચપુરના મુકેશસિંહ ચૌહાણ નામના વ્યક્તિની દેશભક્તિની વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશ સિંહે પોતાની પીઠ પર દેશના શહીદ જવાનોના નામ લખાવ્યા છે.

તેને 1971માં ભારત તથા પાકિસ્તાનના યુદ્ધમાં પોતાના ગામના શહીદ થયેલા 56 જવાનો અને બાજુના ગામના શહીદ થયેલા 3 જવાનોના નામ પોતાની પીઠ પર લખાવ્યા છે. હાલમાં તો મુકેશ જયપુરના વિધાઘર નગરમાં પોતાના પરિવાર સાથે રહે છે.

મૂકેશે જણાવ્યું કે, તેને અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે જવાનોના નામ પોતાની પીઠ પર લખાવ્યા છે. 59 શહીદોના નામ લખાવ્યા બાદ તેને અન્ય 3 જવાનોના નામ પણ પોતાની પીઠ પર લખાવ્યા હતા. એટલે તેને પોતાની પીઠ પર 62 જવાનોના નામ લખાવીને દેશભક્તિની એક અનોખી વિશાલ પૂરી પાડી છે.

મુકેશે જણાવ્યું કે તે આર્મીમાં જવા માગતો હતો. પરંતુ તે શારીરિક એક્ઝામમાં પાસ થઈ શક્યો નહીં. તેથી તેનું આર્મીમાં જવાનું સપનું અધૂરું રહી ગયું છે. ભલે તે આર્મીમાં જોઈન્ટ થઇ શક્યો નહીં પરંતુ દેશના જવાનો પ્રત્યેની તેની શ્રદ્ધા જરાક પણ ઓછી થઈ નથી.

મિત્રો તમને જણાવી દઈએ કે મૂકે છે 10 ડિસેમ્બર 2009ના રોજ પોતાની પીઠ પાછળ 55 શહીદ જવાનોના નામ લખાવ્યા હતા. મુકેશે પોતાની પીઠ પાછળ સાતમી રાજપુતના રાયફલ રેજીમેન્ટના શહીદ તેના કાકા હનુમાન સિંહનું નામ પણ લખાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો