મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ વાહ વાહ કરશો. આખા વિશ્વમાં છેલ્લા બે વર્ષ ખૂબ જ મહામુસીબતના વર્ષ હતા. કારણ કે છેલ્લા બે વર્ષથી આખા વિશ્વમાં કોરોનાની માહમારી ચાલી રહી હતી. કોરોના વાયરસના કારણે અનેક હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે.
કોઈ માતા-પિતા ગુમાવ્યા અથવા તો કોઈ દીકરા-દીકરી ગુમાવ્યા. આજે પણ ઘણા લોકો પોતાના પરિવારના મૃત્યુ પામેલા સ્વજનોના ફોટા જોઈને રડી રહ્યા છે. ત્યારે આજે આપણે ગુજરાતના નવસારીમાં બનેલા એક ખૂબ જ સુંદર કિસ્સા વિશે વાત કરવાના છીએ. જેમાં મહેતા પરિવારના એક દીકરાનું કોરોનામાં મૃત્યુ થયું હતું.
દીકરાનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરાના મૃત્યુ બાદ પરિવારના લોકોએ પોતાની પુત્ર વધુ અને આઠ વર્ષની પૌત્રી માટે કંઈક એવું કર્યું કે હાલમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બની ગયો છે. મળતી માહિતી અનુસાર કોરોનાની માં મારી માં નવસારીમાં રહેતા હરેશભાઈ મહેતા અને શીલાબહેન મહેતાના દીકરા સુજલ મહેતાનું કોરોનાના લીધે મૃત્યુ થયું હતું.
સુજલ મહેતાનું મૃત્યુ થતા તેની પત્ની રીમા મહેતા અને 8 વર્ષની દીકરી નોંધારા થઈ ગયા હતા. દીકરાના મૃત્યુ બાદ સાસુ-સસરા પુત્રવધુ અને પૌત્રીની ખૂબ જ સારી રીતે સંભાળ રાખતા હતા. ત્યારે સાસુ સસરાએ થોડા દિવસો પહેલા જ પુત્રવધુ રીમા મહેતાના લગ્ન બીજી વાર કરવાનો નિર્ણય લીધો હતો.
સાસુ સસરા એ અમેરિકામાં રહેતા નિમેશ ગાંધી નામના યુવાન સાથે રીમા ના લગ્ન નક્કી કરાવ્યા હતા. રીમાએ પણ લગ્ન કરવાની હા પાડી દીધી હતી. મહેતા પરિવારે પોતાની પુત્રવધુના લગ્ન કરાવીને તેનું કન્યાદાન કરી સમાજમાં એક અનોખો ઉદાહરણ પૂરી પાડ્યું હતું.
લગ્નના કારણે આઠ વર્ષની માસુમ દિકરીને નવા પિતાની છત્રછાયા મળી ગઈ છે અને રીમા મહેતાનો નવો ઘર સંસાર શરૂ થઈ ગયો છે. હાલમાં આ કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચારેય બાજુ લોકો મહેતા પરિવારના વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment