ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સુધારવા માટે હવે હાઈ કમાન્ડ એક્શનમાં આવ્યું છે. થોડા દિવસો પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજસ્થાન ના આરોગ્ય મંત્રી રઘુ શર્મા ની નિમણૂક કરવામાં આવી હતી ત્યારબાદ હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતાના પસંદગીને લઈને બેઠકોનો દોર શરૂ થયો હતો.
ગુજરાત કોંગ્રેસના આગેવાનો રાહુલ ગાંધી સાથે બેઠક કરવા માટે દિલ્હીમાં પણ ગયા હતા અને ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા નવા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા ના નામની જાહેરાત કરવામાં આવી છે.દિલ્હી હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં કોંગ્રેસનું સુકાન જગદીશ ઠાકોરને સોંપવામાં આવ્યું છે.
આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવા ને વિપક્ષ નેતા ની જવાબદારી સોંપવામાં આવી છે. બન્ને નેતાઓ દિલ્હીમાં છે અને તેઓ દિલ્હીથી ગુજરાતમાં આવશે ત્યારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત એરપોર્ટ પર જ કરવામાં આવશે.
એવી પણ માહિતી મળી રહી છે કે, નવા પ્રદેશ પ્રમુખનો પદગ્રહણ સમારોહ શનિવાર અને સોમવારના રોજ યોજવામાં આવશે. છેલ્લા બે દિવસથી દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના આગેવાનોને રાહુલ ગાંધી સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો હતો. આ બેઠકમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને દીપક બાબરીયા સહિતના સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment