PMJJBY એક આ પ્રકારનો ટર્મ ઈનસ્યોરન્સ છે જેને દર વર્ષે રિન્યુ કરાવો પડે છે.તેમાં 18 થી 50 વર્ષની ઉંમરના વ્યક્તિને બે લાખ રૂપિયાનો વીમા કવર મળે છે. તેના માટે તેના વાર્ષિક 330 રૂપિયા પ્રીમિયમ ભરવાનું હોય છે અને આ વીમાને કોઈ પણ બેંકના ખાતા ધારક ખરીદી શકે છે.
PMJJBY માં ઇન્શ્યોર્ડ વ્યક્તિનું કોઈ પણ કારણે મોત થવા પર વીમા કવર મળે છે. તેનો અર્થ તેમાં કોવિડ થી થયેલી મોત પણ સામેલ છે. ત્યાં સુધી કે કોઈ વ્યક્તિની હત્યા થાય અથવા તે આત્મહત્યા કરે તો પણ તેને વીમા કવર મળે છે.
PMJJBY માં કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ વીમા કવર નો ક્લેમ વીમા ખરીદવાના ઓછામાં ઓછા 45 દિવસ બાદ સ્વીકારવામાં આવે છે. PMJJBY વાર્ષિક ટર્મ પોલીસી છે. જેમાં વીમા કવરની ગણતરી 1 જૂનથી 31 મે વચ્ચે થાય છે.
તેવામાં જે વ્યક્તિનું કોરોનાથી મોત થયું હોય તેવું નાણાકીય વર્ષ 2020-21 માં આ વીમા પોલિસી માટે પ્રીમિયમ ભરેલું હોવું જોઈએ. ત્યારે જ તે વ્યક્તિનો નોમીની વીમા કવર માટે ક્લેમ કરી શકે છે.
એવા રિપોર્ટ છે કે PMJJBY અંતર્ગત વિમિત વ્યક્તિના મૃત્યુ ના 30 દિવસની અંદર જ નીમીનીએ ક્લેમ કરવાનો રહેશે તેનાથી ગભરાવાની જરૂર નથી કારણ કે મૃત વ્યક્તિને મૃત્યુનું પ્રમાણપત્ર.
મૃત્યુના કારણ જેવા ડોક્યુમેન્ટ, એકત્રિત કરવામાં સામાન્ય દિવસોમાં જ 30 દિવસોથી વધુનો સમય લાગી જાય છે.તેવામાં નોમીની PMJJBY ની પોલીસી જારી કરતી બેંકના સંપર્કમાં રહેવું પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment