મિત્રો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના પરિવાર અને સમાજમાં શોકનું વાતાવરણ જોવા મળતું હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે પરિવારના ખૂબ જ લાડલા સભ્યોના મૃત્યુ બાદ હસતો ખેલતો પરિવાર વિખરાય પણ જતો હોય છે. ઘણા એવા પરિવાર પણ હોય છે કે પરિવારના સદસ્યાના મૃત્યુ બાદ અંગદાન કરીને ઘણા લોકોને નવું જીવનદાન આપતા હોય છે.
અંગદાન કરીને પરિવાર સમાજમાં એક અનોખી થયેલ ઊભી કરતું હોઈ છે. આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. મિત્રો આજથી ઘણા સમય પહેલા ગુજરાતના એક યુવાનના મૃત્યુ બાદ તેનું હૃદય યુક્રેનની એક યુવતીમાં ટ્રાન્સલેટ કરવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા રવિ દેવાણી નામના વ્યક્તિનું મૃત્યુ 2017 માં એપ્રિલ મહિનામાં થયું હતું. મળતી માહિતી અનુસાર ગાય સાથે અકસ્માત થતા રવિ દેવાણી અચાનક જ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ત્યાં તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પરિવારના સભ્યોએ રવિનું અંગદાન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ રવિના હૃદયને માત્ર 89 મિનિટમાં સુરતથી મુંબઈની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું. મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી યુક્રેનની નતાલીયા નામની યુવતીમાં રવિના હૃદયનું ટ્રાન્સલેટ કરવામાં આવ્યું હતું.
જેના કારણે યુવતીનો જીવ બચી ગયો હતો. સ્વસ્થ થઈ ગયા બાદ યુવતી યુક્રેન ચાલી ગઈ હતી. ત્યારબાદ યુવતીએ રવિના માતા પિતા અને યુક્રેન બોલાવ્યા હતા. દીકરા રવિના હૃદય સાથે જીવતી યુવતીને મળીને રવિના માતા-પિતા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા.
ત્યારબાદ યુવતીએ રવિના માતા-પિતાને આખું યુક્રેન ફેરવ્યું હતું અને રવિના માતા-પિતાનો ખૂબ જ આભાર માન્યો હતો. રવિની વાત કરીએ તો છ એપ્રિલ 2017 ના રોજ તેનું અકસ્માતમાં મોત થયું હતું. તેના મૃત્યુ પછી તેના હૃદય, કિડની, લીવર અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment