અરર..આ શું થઈ ગયું..! કારમાં જઈ રહેલા પતિ-પત્ની સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે…પતિની નજર સામે પત્ની જીવતી સળગી ગઈ…જુઓ વિડિયો

હાલમાં બનેલી એક એવી દર્દનાક ઘટના સામે આવી છે કે સાંભળીને તમારું પણ કાળજુ કંપી ઉઠશે. આ ઘટનામાં કારમાં જઈ રહેલા પતિ-પત્ની સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે તેમને વિચાર્યું પણ નહીં હોય. આ ઘટનામાં પતિની નજર સામે પત્ની કારમાં જીવતી સળગી ગઈ હતી. પતિ ત્યાં ઉભો ઉભો જોઈ રહ્યો પરંતુ તેનાથી કાંઈ થઈ શક્યું નહીં.

આ દર્દનાક ઘટના બિહારના ગયા માંથી સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો પતિ-પત્ની કારમાં સવાર થઈને જઈ રહ્યા હતા. ત્યારે એક બ્રિજ પાસે અચાનક જ તેમની કાર બેકાબુ બની ગઈ હતી. આ કારણસર બે કાબુ બનેલી કાર 10 ફૂટ નીચે પડી ગઈ હતી. જેના કારણે અચાનક જ કારમાં આગ લાગે ઉઠી હતી.

કારમાં આગ લાગતા જ પતિ તરત જ સાહેબનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયો હતો. ત્યાર પછી પતિએ પોતાની પત્નીને બહાર કાઢવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ ત્યાં સુધીમાં હતો સંપૂર્ણ કારમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં પતિની નજર સામે જ પત્ની કારમાં જીવતી સળગી ગઈ હતી.

આ દ્રશ્યો જોઈને પતિ ત્યાં ઉભો ઉભો રડવા લાગ્યો હતો અને પોતાની પત્નીને બચાવવા માટે બૂમાબૂમ કરી રહ્યો હતો. આ ઘટના ગુરૂવારના રોજ મોડી રાત્રે બની હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ સંગીતા દેવી હતું અને તેની ઉંમર 34 વર્ષની હતી. મોડી રાત્રે સંગીતા દેવી પોતાના પતિ રામકુમાર સાથે કારમાં જઈ રહી હતી.

ત્યારે રસ્તામાં અચાનક જ તેમની કાર બેકાબૂ બની ગઈ હતી. જેના કારણે કાર પુલ પરથી નીચે ખાડામાં પડી હતી. જેના કારણે કારમાં અચાનક જ આગ લાગી ઉઠી હતી. રામ કુમાર કારમાંથી યોગ્ય સમયે બહાર આવી જાય છે. ત્યારબાદ તે પોતાની પત્નીને બહાર કાઢવાના પ્રયાસો કરે છે. પરંતુ માત્ર 30 થી 40 સેકન્ડમાં આખી કારમાં આગ લાગી ગઈ હતી.

જેના કારણે રામ કુમાર ની નજર ની સામે તેની પત્ની સંગીતા દેવી સળગી ગઈ હતી. સંગીતા દેવી બચાવવા માટે બુમાબૂબ કરી રહી હતી. પરંતુ લોકો મદદ માટે આવે તે પહેલા તો તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સંગીતા દેવીનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*