અરર..! નવા મકાનના ઝઘડામાં ભાન વગરની માતાએ બે મહિનાના માસુમને જીવતો કુવામાં ફેંકી દીધો, પછી મહિલાના પતિએ કહ્યું એવું કે… સાંભળીને પોલીસ પણ ચોકી ઉઠી…

Published on: 6:42 pm, Tue, 9 May 23

કહેવાય છે ને કે મા તે મા જ કહેવાય તેના જેવું તેના બાળકને કોઈપણ સાચવી શકતું નથી. પરંતુ એક માતાએ તેના બે મહિનાના બાળકને કુવામાં ફેંકી દીધું, પતિ સાથે ઝઘડો થયા બાદ મહિલા તેના બાળકને લઈને પિયર ગઈ હતી. મહિલાએ એક વર્ષ પહેલાં પણ તેની ત્રણ વર્ષની બાળકીને કુવામાં ફેંકી દીધી હતી. ત્યારે આસપાસ હાજર લોકોએ તેને તાત્કાલિક બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો હતો.

આ મામલો બારાન જિલ્લાના કસ્બા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ટાઉન પોલીસ ઓફિસર રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ભોયલ ગામના રહેવાસી નિર્ભય મહેતા એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેની પત્ની નિશુ મહેતા સાથે ઘરેલુ બાબતે ઝઘડો થયો હતો, તેનાથી નારાજ થઈને તે શુક્રવારે તેના બે મહિનાના બાળક રોહિત સાથે તેના પિયર પહાડી ગામમાં ગઈ હતી.

બીજા દિવસે જ્યારે તે તેના સાસરે ગયો ત્યારે તેને ત્યાં તેની પત્ની મળી પરંતુ તેનો પુત્ર ન મળ્યો. જ્યારે પતિએ પુત્ર સાથે કોઈ અપ્રિય ઘટનાની આશંકા વ્યક્ત કરી ત્યારે કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશનથી પહાડી ગામમાં મોકલવામાં આવ્યા. મહિલા અહીં મળી આવી હતી, પરંતુ બાળક જોવા ન મળ્યું, આ અંગે મહિલાને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી હતી.

પહેલા તેણી ગેર માર્ગે દોરતી રહી અને તેને જંગલોમાં લઈ ગઈ, તેની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે ગુનો કબૂલી લીધો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે તેના પુત્ર રોહિત અને દેવરી ગામમાં એક કૂવામાં ફેંકી દીધો હતો. મહિલાના કહેવાથી પોલીસે બાળકનું મૃતદેહ કુવા માંથી બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોપ્યો હતો.

પતિની જાણ ના આધારે પોલીસે પત્ની વિરુદ્ધ બાળ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, માતાની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પતિએ જણાવ્યું કે લગભગ એક વર્ષ પહેલાં નિશુએ તેની ત્રણ વર્ષની છોકરીને કૂવામાં ફેંકી દીધી હતી. તે દરમિયાન આસપાસના હાજર લોકોએ તેનો જીવ બચાવ્યો હતો, તે સમયે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી ન હતી. સ્ટેશન ઓફિસર રવિન્દ્રસિંહ એ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નિર્ભય મહેતા ઘણા વર્ષોથી જુના મકાનમાં તેના ભાઈઓ સાથે રહે છે.

ખેતી કરે છે, તેના લગ્ન લગભગ 7 વર્ષ પહેલાં નિશુ સાથે થયા હતા. જમીન તમામ ભાઈઓમાં વહેંચાઈ ગયા બાદ નિર્ભયના બંને ભાઈઓએ નવા મકાનો બનાવ્યા હતા. ત્યારથી નીશુ એ પણ નિર્ભય ને નવા ઘર બનાવવાની જીદ શરૂ કરી. આ મુદ્દે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, શુક્રવારે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો આ પછી નીશું તેના બે મહિનાના પુત્ર સાથે ત્યાંથી નીકળી ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો