અરર..! પુરપાટ ઝડપે જતી બસે બાઈકને જોરદાર ટક્કર લગાવી, પછી બસ ચાલક 12 કિલોમીટર સુધી બાઈકને… વીડિયો જોઈને ટાંટિયા ધ્રુજવા જોવા લાગશે…

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માત ના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં ઘણા એવા અકસ્માતો જોવા મળે છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. યુપીના ઇટા જિલ્લામાં ઝડપભેર રોડવેઝની બસ એ એવો વિનાશ મચાવ્યો કે બધા ચોંકી ગયા. અહીં કોતવાલી નગર વિસ્તારની ગૌશાળા પાસે રોડવેઝ ની બસે પહેલા બાઈક સવારને ટક્કર મારી અને પછી તેને 90 ની ઝડપે લગભગ 12 km સુધી ખેંચી ગઈ.

આ અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ઇટા શહેરના કોતવાલી નગરના વિસ્તારમાં ગૌશાળા પાસે એક ઝડપી રોડવેઝ બસે બાઇક સવાર યુવકને ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ બસ ચાલક રોકાયો ન હતો અને બાઇક સવાર ને લગભગ 12 કીમી સુધી શહેરની બહાર ખેંચી ગયો હતો.

આ દરમિયાન અન્ય ઘણા મુસાફરોએ બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડ્રાઇવર એ બસ રોકી ન હતી અને બસ શહેર થી બાર કિલોમીટર પીલુઆ પોલીસ સ્ટેશન પાસે પકડાઈ હતી. રોડવેઝ બસનો આ ભયાનક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હાલ પોલીસે રોડવેઝ બસ ચાલકની ધરપકડ કરી છે, આ આખો મામલો શુક્રવાર રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ફાઝલગજં ડેપો ની બસે યુવકને ટક્કર મારી હતી, ટક્કર માર્યા બાદ ડરના કારણે ડ્રાઇવરે વધુ ઝડપે વાહન હકારી દીધું હતું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બાઈક બસના બોનેટ માં ફસાઈ ગઈ છે અને તેની હેડલાઇટ પણ ચાલુ છે.

આ દરમિયાન અન્ય ઘણા બાઈક સવારોએ પણ બસને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે લોકોને નિષ્ફળ રહ્યા હતા. બસ ના ડ્રાઈવરે બીક ના કારણે બાઈક સવારને 12 કિલોમીટર સુધી શહેરની બહાર ખેંચી ગયો હતો. બાઈક સવારનું ઘટના સ્થળે જ મોતની નીપજ્યું હતું, પોલીસ સ્ટેશન પાસે બસ પકડાય હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે.આ સમગ્ર ઘટના ના સીસીટીવી ના આધારે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*