આજે આપણે એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના વિશે વાત કરવાના છીએ. થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશના શિવપુર જિલ્લામાં એક માત્ર 6 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે માસુમ દીકરીનો જીવ લેનાર નરાધમ આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી એવો વ્યક્તિ નીકળ્યો કે જોઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી.
મળતી માહિતી અનુસાર 6 વર્ષની માસુમ દીકરીનો જીવ લેનાર આરોપી એક સગીર છે અને તેની ઉંમર 15 વર્ષની છે. 15 વર્ષના આરોપીએ સૌપ્રથમ માત્ર 6 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવ્યો અને ત્યારબાદ ઘણું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 10 ફેબ્રુઆરીના રોજ મંદિરમાં ભાગવત કથા ચાલી રહી હતી. 6 વર્ષની માસુમ બાળકી પોતાની માતાની સાથે બપોરે 3:00 વાગ્યાની આસપાસ કથા સાંભળવા માટે આવી હતી.
આ દરમિયાન કથામાં બાળકી પોતાની માતાથી અલગ થઈ ગઈ હતી. કથા પૂર્ણ થયા બાદ માતાએ દીકરીની શોધખોળ કરી પરંતુ દીકરીનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. ત્યારબાદ પરિવારજનોએ અને ગામના લોકોએ ભેગા મળીને દીકરીની શોધખોળ કરી હતી. છેવટે શુક્રવારના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ પરિવારના સભ્યોએ દીકરીની ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ફરિયાદ મળ્યા બાદ પોલીસે રાત્રિના સમયે દીકરીની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે બીજા દિવસે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે એક ખેતરમાંથી માસુમ બાળકીનું મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોને ઓળખ માટે બોલાવવામાં આવ્યા હતા અને દીકરીના મૃતદેહને જોઈને પરિવાર ઉપર આભ તુટી પડ્યો હતો. પછી પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગામમાં પૂછપરછ શરૂ કરી દીધી પરંતુ કોઈ પણ પ્રકારના પુરાવા મળ્યા નહીં.
દરમિયાન પોલીસને એક પુરાવો મળ્યો કે માસુમ દિકરીને છેલ્લી વખત ભાગવત ગીતાના સ્થળની બહાર લાગેલા હીચકા પર જોવામાં આવી હતી. પછી પોલીસે તે દિવસે હીચકા ખાઈ રહેલા બાળકોની તપાસ કરી. દરમિયાન બાળકોએ જણાવ્યું કે હિંચકા પાસે એક છોકરો ઊભો હતો તે બાળકી સાથે વાતચીત કરતો હતો. ત્યાર પછી પોલીસે કે બાળકની શોધખોળ શરૂ કરી હતી.
પછી પોલીસે જે વ્યક્તિના હીચકા હતા તેની પૂછપરછ કરી હતી. ત્યારે તેને જણાવ્યું કે આ છોકરો દરરોજ અહીં આવતો અને અહીં આવીને હીચકાની સફાઈ પણ કરી આપતો હતો. તેને અમે નામથી નથી ઓળખતા. પછી હીચકા વાળા એ જણાવ્યું કે બાળકે થોડાક દિવસ પહેલા મારા મોબાઈલ માંથી પોતાના પિતા સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ પોલીસે મોબાઈલ નંબરની તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું કે આ મોબાઈલ નંબર હાથરસનો છે.
ત્યારબાદ ત્યાં તપાસ કરવામાં આવી ત્યારે આરોપી પોતાના ખેતરમાં છુપાયેલો જોવા મળ્યો હતો. આરોપીની ઉંમર 15 થી 16 વર્ષ વચ્ચેની છે અને તેને પોતાનો ગુનો પણ કબુલ કર્યો છે. આરોપી સગીરે જણાવ્યું કે, હિંચકો વેચનાર વ્યક્તિએ મને 20 રૂપિયા આપ્યા હતા. ઘટનાના દિવસે 20 રૂપિયા માંથી 10 રૂપિયા મેં છોકરીને બિસ્કીટ ખરીદવા માટે આપ્યા.
પછી છોકરીએ બિસ્કીટ ખાતા એટલે મેં તેને ફરીથી 20 રૂપિયા આપ્યા અને આ વખતે મેં તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ તેને ભોળવીને ખેતરમાં લઈ ગયો હતો અને અહીં તેની સાથે ખોટું કામ કર્યું હતું. ત્યારબાદ ગળો દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. આરોપીએ જણાવ્યું કે તેને થોડાક દિવસો પહેલા એક કપલને ખેતરમાં ખોટું કામ કરતા જોયા હતા. પછી તેના મનમાં પણ તેઓ વિચાર આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment