એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે ગુરુદ્વારાના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના…

Published on: 11:15 am, Tue, 8 February 22

ઉજ્જૈનમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઉજ્જૈનના એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે ગુરુદ્વારાના એક રૂમમાં પોતાના જીવનનું અંતિમ પગલું ભર્યું છે. મળતી માહિતી અનુસાર પ્રોફેસરે રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર નોકરી છુટી જવાના કારણે પ્રોફેસર તણાવમાં આવી ગયા હતા અને ગળાફાસો ખાઈ લીધો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે. મૃત્યુ પામેલા પ્રોફેસરનું નામ કમલજીત હતું. તેઓ પરિણીત હતા.

મળતી માહિતી અનુસાર સોમવારના રોજ દૂધ તળાવ વિસ્તારમાં સ્થિત ગુરૂદ્વારામાં મૃતદેહ હોવાની માહિતી મળી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે રૂમનો દરવાજો તોડ્યો ત્યારે અંદરથી પ્રોફેસરનો મૃતદેહ મળી આવ્યું હતું.

મૃત્યુ પામેલા પ્રોફેસર નું નામ કમલજીત સિંહ હતું. તેમની ઉંમર 39 વર્ષની હતી. થોડાક દિવસો પહેલા તેમની નોકરી છૂટી ગઈ હતી. અને નોકરી છૂટવાના કારણે તેઓ તણાવમાં આવીને આ પગલું ભર્યું હશે એવી જાણકારી મળી રહે છે.

મળતી માહિતી અનુસાર કમલજીત સિંહ રવિવારના રોજ સાત વાગ્યે ગુરુદ્વારાનો રૂમ લીધો હતો. ત્યારે સોમવારે સવારે 8 વાગી ગયા છતાં પણ તેઓ બહાર ન આવ્યા. ત્યારે ગુરુદ્વારના સેવક તેમની જગાડવા આવે છે. પરંતુ પ્રોફેસર દરવાજો ખોલતા નથી.

ત્યારે સેવક બારીમાંથી જોવે છે ત્યારે પ્રોફેસરનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળે છે. ત્યારબાદ તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત પ્રોફેસરનો મૃતદેહ અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે ગુરુદ્વારાના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*