આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજો વિકલ્પ તરીકે ઉભરી રહી છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું કેવું છે કે હવે વિપક્ષ માટે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ છે અને આમ આદમી પાર્ટીની રાજનીતિ મુદ્દાની રાજનીતિ છે અને હંમેશા લોકોના પ્રશ્નો ઉઠાવે છે અને લોકોને વધારેમાં વધારે રાહત મળે તેવા બધા જ શક્ય પ્રયત્નો તેઓ કરે છે
ભાવનગરમાં માદમી પાર્ટી દ્વારા યુવાનો સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ રૂપે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનોજ સિસોદિયા ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ દરમિયાન સમ્રાટ સામત ગઢવી હસ્તે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આપને જણાવી દઈએ કે સમ્રાટ સામત ગઢવી બીએસસી તથા બી.એડ કરીને સરકારી શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા પરંતુ બે વર્ષમાં જ તેમને શિક્ષકની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ તેઓએ એન્જલ એકેડેમી નામે ગાંધીનગરમાં સિવિલ સર્વિસની પોતાની એકેડમી શરૂ કરી હતી. અત્યાર સુધી 10,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ તેમની પાસેથી માર્ગદર્શન લઈને સરકારી નોકરીમાં લાગ્યા છે અને આ સિવાય 8 લાખ 40 હજાર વિદ્યાર્થીઓ તેમની youtube ચેનલમાં પણ જોડાયા છે.
સામત ગઢવી એ જણાવ્યું કે ગુજરાતના યુવાનોને દસ લાખ સરકારી નોકરીની ગેરંટી આપી ત્યારે ઈશુદાન ગઢવી ને મેં ફોન કર્યો તો પૂછ્યું કે શું હકીકત છે આ શક્ય છે ત્યારે તેઓએ મને વિશ્વાસ અપાવ્યો કે ગુજરાતના યુવાનો માટે અરવિંદ કેજરીવાલ પૂરો પ્લાન બનાવીને બેઠા છે અને ગુજરાતના બેરોજગાર યુવાનોને ₹3,000 નું બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે ત્યારે મેં આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી કરી લીધું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment