કોરોનાની કહેર વચ્ચે ગુજરાત ના આ જિલ્લામાં ઈમરજન્સી 144 ની કલમ કરાઇ લાગૂ,જાણો વિગતવાર

Published on: 1:43 pm, Mon, 14 December 20

મહેસાણાની દૂધસાગર ડેરીમાં સાગરદાન કોભાંડ મામલે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તેના માટે મહેસાણામાં કલમ 144 લાગુ કરાઈ છે.જિલ્લા કલેકટર ના જાહેરનામા પ્રમાણે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી 144 લાગુ કરાઈ છે.પશુપાલકોની રેલીને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે.જેના કારણે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લાના અલગ અલગ 20 પોલીસ સ્ટેશનમાં ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ નિમણૂક પણ કરાઈ છે.અધિનિયમ 1973 અંતર્ગત કલમ 21 હેઠળ ખાસ કાર્યપાલક ઈજનેર ની પણ નિમણૂક કરાઈ છે.આ સાથે જિલ્લામાં આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી 144 કલમ લાગુ કરાઈ છે.કાયદો અને વ્યવસ્થાના જાળવવા જાહેરનામુ બહાર પાડયું છે.

મહેસાણામાં તેમના સમથર્કો દ્વારા આજે રેલીની જાહેરાત કરવામાં આવી છે.રેલીને ધ્યાનમાં રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રદીપસિંહ રાઠોડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ સાથે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.જેથી ચારથી વધુ લોકો એકત્ર નહીં થઇ શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!