‘આપ’ની સરકાર બન્યા બાદ માર્ચથી ગુજરાતમાં વીજળીનું બિલ શૂન્ય આવવા લાગશે : ઈશુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ લીંબડી ખાતે તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટીના આ પહેલા પણ અનેક તિરંગા યાત્રાનું આયોજન કરી ચૂકી છે. સમગ્ર ગુજરાતમાં લોકો દરેક તિરંગા યાત્રાને ખૂબ જ ઉત્સાહભરે ભાગ લીધો હતો. લીમડીમાં આયોજિત તિરંગા યાત્રામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા લીંબડીના લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તિરંગા યાત્રા દરમિયાન ઈશુદાન ગઢવી ને લીમડીના લોકોએ તેમને ખૂબ જ સારો આવકારો આપ્યો હતો. દુકાનદાર, રીક્ષા ચાલક, નાના મોટા વેપારીઓ સહિત દરેક વર્ગના લોકોએ ઈશુદાન ગઢવી તરફ હાથ હલાવીને પોતાનો સમર્થન જાહેર કર્યું હતું. તિરંગા યાત્રામાં ફરી એક વખત સાબિત થઈ ગયું કે ગુજરાતમાં પરિવર્તનની લહેર વહી રહી છે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ ધંધુકા અને ધોળકામાં આયોજિત જનસભાઓમાં હાજરી આપી. જનસભામાં આવેલા લોકોને સબૂતતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પટ્ટી ની સરકાર બન્યા બાદ એક માર્ચથી ગુજરાતમાં વીજળીના બિલ શૂન્ય આવવા લાગશે. આજે પંજાબમાં 50 લાખથી પણ વધુ ઘરોમાં વીજળીના બિલ સુનિયા આવી રહ્યા છે. દિલ્હીમાં પણ 73 ટકા ઘરોમાં વીજળીનું બિલ જીરો આવે છે. આમ આદમી પાર્ટીના સૈનિકો તરીકે હું આ બાબતની ખાતરી આપું છું કે પાર્ટીના કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને લોકોને જે પણ ગેરંટી આપી છે એ બધી ગેરંટી વેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવશે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે ભાજપના લોકો પૂછે છે કે વીજળી મફતમાં કઈ રીતે આપીશો? તો હું એમને એટલું જ કહેવા માગીશ કે તમે અત્યાર સુધી જેટલા કુંભાર કર્યા એ બંધ કરાવશો અને એ કુંભારના બચેલા પૈસાના ફક્ત પાંચ ટકા રૂપિયાથી પાંચ વર્ષ સુધી વીજળી મફત થઈ જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*