કોરોના મહામારી ના કારણે પરિસ્થિતિ બેકાબૂ થતા ચૂંટણી પંચે બંગાળમાં રોડ શો,બાઈક કે સાયકલ રેલી પર પ્રતિબંધ મૂકીને જનસભામાં ફક્ત 500 લોકોને મંજૂરી આપી છે. ચૂંટણી પંચે બંધારણની કલમ 326 હેઠળ રોડશો, પદયાત્રા, વાહન રેલી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવી દીધો છે.
ચૂંટણી પંચે જણાવ્યું કે કોઈપણ જનસભા કે રેલીમાં 500 લોકો જ હજાર રહી શકશે. જોકે સામાજિક અંતર ની સાથે જગ્યાની ઉપલબ્ધતા હશે તો જ 500 લોકોની રેલીને મંજૂરી આપવામાં આવશે.
ચૂંટણી પંચે જણાવ્યું કે જે રોડ શો કે બાઈક રેલીને પેલેથી મંજૂરી અપાયેલી છે તે રદ કરાય છે અને જનસભા માટેની મંજૂરી પણ નવા આદેશ પ્રમાણે સુધારિત કરાશે.
પ્રધાનમંત્રી મોદી આજરોજ બંગાળમાં ચાર રેલી કરવાના હતા તે માટેની તમામ તૈયારીઓ પણ થઈ હતી જે હવે પ્રધાનમંત્રી દ્વારા રદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી દ્વારા કોઈ રેલી રદ કરવામાં આવી હોય તે આ પહેલી ઘટના છે.
કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી રેલીઓ ચાલુ રાખી હતી તેથી ઘોર ટિપ્પણી પણ થઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ બંગાળની રેલી રદ કરવી પડે તેવી માંગ પણ ઉઠી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment