જામનગરમાં રખડતાં ઢોરના કારણે એક્ટીવા પર જઈ રહેલા વૃદ્ધ પતિ-પત્નીન નડ્યો ગંભીર અકસ્માત – લાંબી સારવાર બાદ વૃદ્ધ પતિનું કરૂણ મૃત્યુ…

જામનગરમાં દિવસેને દિવસે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રખડતા ઢોર એક સમસ્યા બની ગઈ છે. છતાં પણ મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને લઈને કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી. ત્યારે જામનગરમાં વધુ એક વૃદ્ધ વ્યક્તિ રખડતા ઢોરનો ભોગ બની ગયા છે.

મળતી માહિતી અનુસાર વૃદ્ધ વ્યક્તિ પોતાની પત્ની સાથે જઈ રહ્યા હતા ત્યારે એક ખુંટિયાએ વૃદ્ધને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લાંબી સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું.

ઓશવાળ-2માં રહેતા 75 વર્ષીય દામજીભાઈ બુસા નામના વૃદ્ધ વ્યક્તિ 9 માર્ચના રોજ પોતાની પત્ની સાથે GJ 10 CA 5848 નંબરની એક્ટીવા પર જાહેર રહ્યા હતા. ત્યારે વિશ્રામ હોટેલ પાસે અચાનક એકટીવાની સામે ખુંટિયાએ આવી ગયો હતો. તેના કારણે વૃદ્ધની ગાડી નીચે પડી ગઈ હતી.

આ ઘટનામાં દામજીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમની સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લગભગ એક મહિનાની સારવાર બાદ દામજીભાઈનું કરૂણ મૃત્યુ થયું છે.

દામજીભાઈનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઇને દામજીભાઈના પુત્રએ જણાવ્યું કે, મારા પિતા પોતાની એકટીવા લઈને મારા મમ્મી સાથે શાંતિથી જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં અચાનક ખુંટિયો આડો આવતા તેમનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક મહિનાની સારવાર બાદ મારા પિતાનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં મારી માતા પણ પથારીવશ છે. રખડતા ઢોરના કારણે અમારા પરિવારને ઘણું સહન કરવું પડ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*