Gondal-Rajkot National Highway Accident: ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે આજે આપણે ગોંડલના બીલીયાળા ગામ પાસે બનેલી એક અકસ્માતની ઘટના વિશે વાત કરવાના છીએ. અહીં એક ઝડપી કાર ચાલક બાઈક સવારને જોરદાર ટક્કર લગાવીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના 17 મીના રોજ બપોરના અઢી વાગ્યા ની આસપાસ બની હતી. 63 વર્ષીય હરિભાઈ ચૌહાણ નામના વ્યક્તિ ગોંડલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ખાતે બાઈક લઈને ધિરાણ ભરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન GJ 03 LM 7700 નંબરની સફેદ કલરની કિયા કંપનીની કારે હરિભાઈની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે હરિભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ હરિભાઈના દીકરા અશ્વિનભાઈ ચૌહાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતક વ્યક્તિના દીકરાની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસે ipc 304(A), 279 સહિતની કલમો હેઠળ કારચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
તેમજ ઘટનાના સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે કારચાલકને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, ઝડપી કારે બાઈક સવાર વ્યક્તિને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક અને બાઇક સવાર વ્યક્તિ રોડ ઉપર ઘસડાઈને દૂર જઈને પડ્યા હતા.
ગોંડલ નેશનલ હાઈવે પર ઝડપી કિયા કારની આવતા બાઈક સવાર વૃદ્ધ વ્યક્તિનું મોત… જુઓ અકસ્માતના લાઈવ CCTV ફૂટેજ… pic.twitter.com/KQcmSdnTGS
— GUJJU ROCKZ (@gujju_rockz) May 19, 2023
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં વૃદ્ધ વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment