દિવાળી વેકેશન ને લઈને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ લીધો મોટો નિર્ણય,વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

Published on: 10:11 am, Wed, 27 October 21

કોરોના મહામારી બાદ 7 જૂન થી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને હવે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને શાળા કોલેજોમાં પણ વેકેશન પડવાની તૈયારીઓ થઇ રહી છે ત્યારે ચાલુ વર્ષે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મોટો નિર્ણય લીધો છે.

શિક્ષણ મંત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને લખ્યું કે, ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા બે વર્ષથી 13 દિવસનું દિવાળી વેકેશન હતું તે દિવસોમાં ફેરફાર કર્યા છે અને 8 દિવસનો વધારો કરીને હવે આ વેકેશન 21 દિવસનું રહેશે.

શિક્ષણ મંત્રીએ લખ્યું છે કે દિવાળી એ હિન્દુ ધર્મના સૌથી મોટો પારિવારિક તહેવાર છે તે હેતુસર વેકેશનના દિવસોમાં ફેરફાર કર્યા છે.ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગુજરાતના શાળાઓમાં પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ રહેશે જ્યારે બીજા સત્રમાં 136 દિવસ શૈક્ષણિક કામકાજ થશે.

સ્થાનિક રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન ફૂલ 245 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. પ્રથમ સત્ર 30 ઓક્ટોબર સુધી ચાલશે ત્યારબાદ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!