ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા માટે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આપ્યું મહત્વનું નિવેદન,જાણો વિગતે

57

ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,232 માંથી 175 ચૂંટણીઓ બેઠકો પર ભાજપ જીત્યું છે.26 વર્ષે પણ પ્રજાએ સાઈન કરી છે. ચૂંટણીમાં ભવ્ય વિજય માટે કેબિનેટની બેઠકમાં અભિનંદન આપવામાં આવ્યા હતા.

ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા મામલે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે,બેઠકો ચાલી રહી છે અને ચર્ચાઓ પણ ચાલી રહી છે. અન્ય રાજ્યમાં કેવી રીતે શરૂ થઈ રહ્યું છે અને આપણા રાજ્યમાં પણ આરોગ્ય વિભાગ સાથે આવતો હોય છે ત્યારે મુખ્યમંત્રી પણ આ બાબતે સક્રિય અને જાગૃતિ રીતે આપણને માર્ગદર્શન આપતા હોય છે.

બેઠકો પણ થઇ રહી છે અને કમિટી પણ બની રહી છે. અન્ય રાજ્યોની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ સાથે પણ બેઠક કરી રહ્યા છીએ પરંતુ બાળકો, વિદ્યાર્થીઓ એમનું જીવન અને એમના આરોગ્યની પ્રથમ પ્રાથમિકતા રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!