રાજ્યમાં ધોરણ 1 થી 5 ની શાળાઓ ખોલવાને લઈને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપ્યું મહત્વનું નિવેદન

45

રાજ્યમાં દિવાળી બાદ ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરવામાં આવે તેવા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સંકેત આપ્યા હતા.ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરવા મામલે તેમને કહ્યું કે રાજ્ય સરકારે અભ્યાસ માટે કમિટી બનાવી છે.શિક્ષકોને પણ ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરતા પહેલા તાલીમ અપાશે.

નવી શિક્ષણ નીતિ અમલમાં નહીં આવે ત્યાં સુધી ટેટ ની વેલિડીટી વધારવામાં આવી હતી.રાષ્ટ્રીય શિક્ષા નીતિની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે.ટેટ પાસ કરેલા ઉમેદવારો ને નુકસાન ન જાય તે માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો.સરકાર 3000 જેટલી જગ્યાઓ પર ભરતીઓ કરશે.

ગુજરાત સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણીએ વીજકાપ મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું હતું.હાલ રાજ્યમાં વીજળીની કટોકટી નથી.વીજ કાપ પણ રાજ્યમાં કોઈ જગ્યાએ આપવામાં આવ્યો નથી.કેન્દ્રના સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે.હાલ વીજળીની કટોકટી નથી. આ ઉપરાંત તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ જાહેરાત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!