ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નું મોટું નિવેદન.

109

હાલમાં ખૂબ જ ભયાનક રીતે વાયરસનો કહેર જોવા મળી રહો છે. ગુજરાતમાં મહામારીને કારણે હાલ તમામ શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી છે અને 1 થી 9 તેમજ અગિયારમા ધોરણને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે.

પણ ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષાઓ હજુ પણ પાછી ઠેલાય છે પણ આ પરીક્ષા મોકૂફ નથી રાખવામાં આવી ત્યારે આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખૂબ જ મહત્વની વાત કરી હતી.

ધોરણ 10 અને 12 ની પરીક્ષા મુદ્દે શિક્ષણ મંત્રી નું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ પરીક્ષાને લઇને 18 એપ્રિલ ના રોજ જાહેરાત કરી હતી.

હાલ રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે પૂરતો સમય આપીને પરિસ્થિતિની સમીક્ષા કરીને 15 મે ના રોજ નિર્ણય લેવામાં આવશે.

દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ચૂક્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસ ની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ 19 ના દર્દીઓનો સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 3,68,147 નવા કેસો નોંધાયા છે અને 3689 લોકોના મોત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જુરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!