કેન્દ્રીય શિક્ષણ મંત્રી એ બાળકોને સ્કૂલ બેગનું વજન માંથી રાહત મેળવવા માટે સ્કુલ બેગ માં કેટલો વજન રાખો તેની નવી પોલિસી જાહેર કરી. શિક્ષણ મંત્રી ની પોલિસી મુજબ 1 થી 12 ધોરણના બાળકોને 10 દિવસ સુધી બેગ વગર શાળાએ જવાનું રહેશે. શિક્ષણ મંત્રી મંત્રાલયના ઉપ સચિવ સુનિતા શર્મા એ કયુ કે દેશની તમામ શાળા માટે આ નિયમ લાગુ પડશે.
શું છે સ્કુલ બેગ પોલીસી ના અલગ અલગ નિયમો?
- સ્કૂલ બેગનું વજન માપવા માટે શાળાઓમાં ડિજિટલ મશીન મુકવામાં આવશે
- દરેક શાળામાં આ મશીન હોવું જરૂરી છે
- વોટર બેગ ને બદલે શાળાઓમાં સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.
- પી પ્રાઇમરી ના વિદ્યાર્થીઓ માટે કોઈપણ સ્કુલ બેગ રહેશે નહીં.
- ટાઈમ ટેબલ આધારે બેગ નો ટાઈમ નક્કી કરવામાં આવશે.
- 1 થી 10માં ધોરણ ના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાં કુલ વજન વિદ્યાર્થીના વજન કરતા 10% થી વધારે હોવો જોઈએ નહીં.
- સ્કુલ બેગ ખંભા ઉપર સારી રીતે રહે તેઓ હોવું જોઈએ. જેથી વિદ્યાર્થીઓને સ્કુલ બેગ ઊંચકવામાં સરળતા રહે.
- સ્કુલ બેગ પોલિસીમાં શાળાઓ અને પેરેન્ટ્સની જવાબદારીઓ નક્કી કરાશે.
ધોરણ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ બેગમાં?
- 1 થી 2 ધોરણ માટે 1.6 થી 2.2 કિલો
- 3 થી 5 ધોરણ માટે 1.7 થી 2.5 કિલો
- 6 થી 7 ધોરણ માટે 2 થી 3 કિલો
- 8 થી 10 ધોરણ માટે 2.5 થી 4.5 કિલો
- 11 થી 12 ધોરણ માટે 3.5 થી 5 કિલો
- 1 થી 2 ધોરણમાં ભણતા બાળકો માટે ફક્ત એક જ નોટબુક હશે.
- પી પ્રાઇમરી ના વિદ્યાર્થીઓ માટે કોઈપણ બેગ નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!