હાય રે મોંઘવારી! તહેવારો નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ભડકો

રાજકોટમાં તથા અન્ય શહેરમાં તહેવાર નજીક આવતા કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો છે. એક સપ્તાહમાં કપાસિયા તેલમાં એક ડબ્બા પર 75 રૂપિયાનો વધારો થયો છે જ્યારે પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે કપાસિયા તેલનો એક ડબ્બાનો ભાવ વધીને 1885 થયો છે જ્યારે પામોલીન તેલનો એક ડબ્બાનો ભાવ વધીને 1685 રૂપિયા પર પહોંચ્યો હતો. તો બીજી તરફ રાયડાના તેલમાં 50 રૂપિયા, કોપરેલ તેલમાં 120નો વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓમાં તથા અન્ય લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

મંદીના માહોલમાં સિંગતેલ સિવાય કપાસિયા અને પામોલીન તેલમાં વધારો થયો છે. કપાસિયા તેલમાં એક સપ્તાહમાં ડબ્બે 75નો વધારો તો પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે. તો કપાસિયા તેલનો ડબ્બો 1790 થી વધીને 1885 રૂપિયા સુધી પહોંચ્યો હતો.

બીજી તરફ પામોલીન તેલનો ડબ્બો 1,605 થી વધીને 1685 રૂપિયા થયો હતો. વરસાદથી તેલિબિયા પાકો અને નુકસાનીના અંદાજને લઈને ભાવમાં સતત વધારો થયો છે. ગૃહિણીઓમાં કકળાટ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે તેલિબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે.