વડોદરામાં રોડ પર જઈ રહેલી ઇકો કારમાં અચાનક આગ લાગી ઉઠી, ઇકો કાર ચાલકનું કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

વડોદરામાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. વડોદરા શહેરના સિંધરોટ રોડ પર આજે સવારે એક ઇકો કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં કાર સવાર વ્યક્તિને કરૂણ મૃત્યુ નિપજયુ છે. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિના ઓળખની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર સિંધરોટ વડોદરા મીની નદી પાસે આજરોજ વહેલી સવારે એક ચાલતી ઇકો કારમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી જોરદાર હતી કે કાર ચાલકને બહાર નિકળવાનો મોકો પણ ન મળ્યો.

આ ઘટનામાં ઇકો કાર ચાલકનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ભાઈ વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઇકો કારમાં લાગેલી આગને બુઝાવી હતી. આ ઘટનામાં ઇકો કાર આગના કારણે સંપૂર્ણ રીતે ખાખ થઇ ગઇ હતી.

આ સમગ્ર ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ઇકો કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ લાગી ઉઠી હતી. મળતી માહિતી અનુસાર પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા યુવકની ઓળખને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કયા કારણોસર અચાનક ઇકો કારમાં આગ લાગી તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી અને હજુ પણ મૃત્યુ પામેલા યુવકની ઓળખ થઇ શકી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*