સૌરાષ્ટ્ર અને કચ્છમાં છ કલાકમાં ભૂકંપના 10 આંચકા આવતા લોકો ઘરની બહાર ભયના માર્યા દોડી ગયા હતા. પોરબંદર નજીક 7, જામનગરના લાલપુરમાં 2 અને કચ્છમાં ધરતીકંપ નો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. જોકે રાહતની વાત એ છે કે ભૂકંપના આંચકાથી શહેરમાં જાન માલનું કોઈ નુકસાન થયું ન હતું. આ વર્ષે કોરોના ની સાથે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં ભુકંપનું પ્રમાણ પણ વધી ગઈ છે. એવામાં જામનગર અને પોરબંદર ભૂકંપ સર્જાયો.
જામનગર અને પોરબંદર માં 2.4 થી 1.7 ની તિર્વતાનો ધરતીકંપ અનુભવાયો હતો. આ અગાઉ 16 જુલાઈએ રાજકોટમાં 4.8 ની તિર્વતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાના કારણે લોકો ઘરની બહાર દોડી ગયા હતા. રાજકોટ થી આશરે 22 કિલોમીટર દુર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.
રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને આશરે ચાર સેકન્ડ સુધી ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment