સોનાની દ્વારકા નગરી ના થશે દર્શન..! દ્વારકા સમુદ્રમાં 300 ફૂટ અંદર સબમરીન ઉતારીને લોકોને બતાવશે સોનાની દ્વારકા નગરી, જાણો ક્યારે..

તમે ભગવાન કૃષ્ણની નગરી મથુરા વૃંદાવન સહિત ઘણું બધું જોયું હશે પરંતુ અત્યાર સુધી ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત નગરી દ્વારકા વિશે માત્ર સાંભળ્યું જ છે તે સોનાની નગરી કેવી દેખાતી હતી

તેના વિશે કોઈને નથી ખબર અને એવું માનવામાં આવી રહ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વસેલું આ શહેર હાલમાં સમુદ્રમાં ડૂબી ગયું હતું. જોકે હવે ડૂબી ગયેલ દ્વારકા નગરી ને જોવાની તમારી ઈચ્છા હોય તો તમે ટૂંક જ સમયમાં પૂરી કરી શકો છો

ખરેખર ગુજરાત સરકાર અરબી સમુદ્રમાં પેસેન્જર સબમરીન લોન્ચ કરવા જઈ રહ્યા છે આ માટે ભારત સરકારની કંપની મજાગોન ડોક સીપયાર્ડ સાથે રાજ્યના પ્રવાસન વિભાગના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

દ્વારકાની દરિયાની અંદર સબમરીન ઉતારવામાં આવશે અને મેસેન્જર સબમરીનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને લોકોનું કહેવું છે કે તેઓ આ સેવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને મિત્રો તમને જણાવી દઈએ કે દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રયત્નને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને ખૂબ જ વધારે કામ કરી રહી

છે ત્યારે યાત્રા સબમરીનનું સંચાલન દ્વારકા કોરિડોર નો એક ભાગ જ રહેશે.મિત્રો આ સબમરીન નું ભાડું તો હજી નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ થોડું મોંઘું હોઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સામાન્ય લોકો માટે થોડીક સબસીડી પણ આપશે.

આ સબમરીન ની ખાસિયત એ છે કે તે એસી સબમરીન નું વજન 35 ટન જેટલું હશે તેમાં એક સમયે 30 જેટલા લોકો બેસી શકે છે અને તેમાં બે ડ્રાઇવર એક ગાઈડ અને ટેક્નિશિયન પણ બોર્ડમાં રહેશે. પાણીની અંદરનો નજારો જોવા માટે સબમરીનની ચારે બાજુ વિન્ડો મિરર સીટ થશે

અને સબમરીની અંદર ઓક્સિજન માસ્ક અને ફેક્સ માસ્ક હશે. સબમરીનમાં બેસીને તમે સમુદ્રની અંદરના પ્રાણીઓ અને અન્ય હાલચાલ પણ જોઈ શકશો. આ સબમરીન લગભગ જન્માષ્ટમી અથવા દિવાળીના સમય પર શરૂ થઈ શકે છે અને આ સબમરીન મુસાફરોને લઈને લગભગ સમુદ્રમાં 300 ફૂટ નીચે ઉતરશે અને આ પ્રવાસમાં લગભગ બે કલાક જેટલો સમય લાગશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*