બારડોલીમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં દિન-દહાડે, 3 લુટેરા દ્વારા 15 મિનિટમાં બેન્કમાંથી 10.45 લાખ રૂપિયાની લૂંટ… જુઓ વિડિયો…

60

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર બેન્કમાં 3 લુટેરાઓ દ્વારા બેંકના 6 કર્મચારીઓને બંધી બનાવી ને બેન્કમાંથી 10.40 લાખ રૂપિયાની લૂંટ કરી હતી.

લૂંટની આ સમગ્ર ઘટના બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર લુટેરા 15 મિનિટમાં જ બેન્કમાંથી 10.40 લાખ રૂપિયા લઈને પોતાની બાઇક લઇને ફરાર થઇ ગયા હતા.

બેંક લુટીયા બાદ ત્રણેય લુટેરા એક જ બાઈક પર ભાગી ગયા હતા. ત્યારબાદ બેંક મેનેજર સહિત સ્ટાફના લોકો આ ઘટના અને લઈને તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

આ ઉપરાંત બેંકના કર્મચારીઓએ પોલીસને જણાવ્યું હતું કે લુટેરાઓ બાઇક લઇને કામરેજ તરફ ભાગ્યા હતા. મળતી માહિતી અનુસાર લૂંટારાઓએ બેંકમાં લૂંટ કરવા માટે ચોરીની બાઈક નો ઉપયોગ કર્યો હતો તેવી આશંકાઓ લગાવવામાં આવી રહી છે.

જ્યારે લુટેરા બેંકમાં લૂંટ કરીને બહાર આવ્યા ત્યારે તેમની બાઇક ચાલુ થતી નથી ત્યારે બે લુટેરાઓ ફરીથી બેંકમાં ગયા હતા. જ્યારે એક લુટેરેબાઈક શરૂ કરી ત્યારબાદ બંને લુટેરાઓ બેંક માંથી બહાર નીકળ્યા હતા અને બાઈક પર સવાર થઇને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર લુટેરાઓ બેન્કમાંથી 10.40 લાખ રૂપિયા એક પ્લાસ્ટિકની થેલી માં લઈને ભાગ્યા હતા અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.મળતી માહિતી અનુસાર લુટેરાઓ અંદાજે 35 વર્ષની ઉમરની આસપાસના હશે. અને તેઓ હિન્દી ભાષા બોલતા હતા તેવું બેંકના સ્ટાફે જણાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!