અમદાવાદમાં રથયાત્રા દરમિયાન મકાનની બાલ્કની ધડામ દઈને નીચે આવી, 3 બાળકો સહિત 8 લોકો ઇજાગ્રસ્ત… જુઓ ઘટનાનો LIVE વિડિયો…

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન બનેલી એક દુર્ઘટના સામે આવી રહી છે. રથયાત્રાના માર્ગ પર દરીયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક આવેલા એક મકાનની બીજા માળની બાલકનીનો ભાગ ધરાશાયી થતાં ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. બાલ્કની ધરાશાયી થતાં જ નીચે ઉભેલા શ્રદ્ધાળુ કાટમાળની નીચે દબાઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ત્રણ બાળકો સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જોકે હાલમાં રથયાત્રા વિના અવરોધે આગળ વધી રહી છે.

જાણવા મળી રહ્યું છે કે રથયાત્રા ચાલી રહી હતી ત્યારે ટ્રકમાંથી આસપાસ ઉભેલા લોકોને વરસાદ વેચવામાં આવી રહ્યો હતો. ત્યારે બાલ્કની માં ઉભેલા કેટલાક લોકો વરસાદ લેવા માટે વાંકા વળ્યા હતા. આ દરમિયાન બાલ્કની તૂટી ગઈ હતી આવું સ્થાનિક લોકોએ જણાવ્યું છે.

આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બીજા માળની બાલ્કની અચાનક જ ધડામ દઈને નીચે પડે છે. જેના કારણે આ ઘટનામાં ત્રણ બાળકો સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

આ ગંભીર ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ગંભીર બેદરકારી સામે આવી છે. રથયાત્રાના માર્ગ પર તમામ ભાઈજાનક અને જર્જરિત મકાનોને નોટીસ આપવાની હોય છે. પરંતુ કડિયાનાકા પાસે આવેલા મકાનને કોઈ પણ પ્રકારની નોટિસ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી ન હતી.

હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*