ગટકરીની મુલાકાત દરમિયાન પોલીસ ઓફિસર અને CMની સુરક્ષામાં હાજર અધિકારીઓ વચ્ચે બબાલ, જુઓ વિડિયો…

21

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હિમાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન ભુંતર એરપોર્ટની બહાર થયો ભારે હંગામો. મુખ્યમંત્રી જય રામ ઠાકુર અને કુલ્લુના એસપી ગૌરવની સુરક્ષા હેઠળ તૈનાત સુરક્ષા અધિકારી વચ્ચે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ અચાનક અથડામણનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સુરક્ષાકર્મી એસ પી ને લાત મારતા નજર પડ્યા છે. આ બબાલ કયો કારણસર થઈ હતી તેની હજુ સુધી કોઈ પણ જાણકારી મળી નથી.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતન ગડકરી બુધવારે મનાલીની મુલાકાતે હતા. મુખ્યમંત્રી જય રામ ઠાકુર તેમનું સ્વાગત કરવા ભુંતર એરપોર્ટ પહોંચ્યા હતા. રસ્તામાં કેટલાક ફોરલેન અસરગ્રસ્ત ખેડુતો પણ તેમને મળવા પહોંચ્યા હતા.

ખેડુતોને જોઇને ગડકરી પોતાની કાર રસ્તાની બાજુમાં રોકી અને તેમને મળવા ગયા. તે પછી મુખ્યમંત્રી જય રામ ઠાકુર પણ ખેડૂતોને મળવા ગયા હતા.

ત્યારે અચાનક જ મુખ્યમંત્રીની ગાડીની પાછળની બાજુ અને એસપી કુલ્લુ વચ્ચે સુરક્ષા જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અથડામણ અંગે શું થયું તે હજુ સ્પષ્ટ નથી થયું.વીડિયોમાં સિક્યુરિટી ગાર્ડ સ્પષ્ટપણે એસપીને લાત મારતા નજરે પડે છે.

આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ લોકો એસપીના સમર્થનમાં નારા લગાવતા પણ જોવા મળ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જ્યાં સ્થાનિક લોકો રાજ્ય સરકારનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે એસપી કુલ્લુની કામગીરીથી ખુશ હોવાનું જણાવી તેઓ તેમની તરફેણમાં સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!