પરિવારની ખરાબ પરિસ્થિતિ હોવાના કારણે આ યુવક કરી રહો છે એલોવેરાની ખેતી,હાલમાં વર્ષે કમાઈ છે લાખો રૂપિયા

Published on: 3:44 pm, Sat, 18 September 21

પરિવારનું ગુજરાન ચલાવવા માટે લોકો અલગ અલગ પ્રવુતિઓ કરતા હોય છે. અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને તેઓ સફળતા મેળવતા હોય છે. આવો જ એક કિસ્સો રાજસ્થાન હનુમાનગઢ જિલ્લાના પરલિકામાં રહેતા અજય સાથે થયો હતો. અજય પોતે છેલ્લા બાર વર્ષથી એલોવેરા ની ખેતી માં કામ કરીને તેની પ્રોડક્ટ બનાવતો હતો.

અજય તે પ્રોડક્ટ બજારમાં વેચતો હતો. અજય કેટલીક કંપનીઓને નેચરલ હેલ્થ કેર નામની પ્રોડક્ટ વેચી રહો હતો. અજય એલોવેરાની ખેતી કરીને તેની પ્રોડક્ટ બજારમાં વેચીને વર્ષે લાખોની કમાણી કરે છે.અજય પેલા ચાની લારી પર નોકરી કરતો હતો અને ત્યારબાદ અજયે દુકાન ચાલુ કરી હતી.

અજય માત્ર દસ રૂપિયાની કમાણી થી શરૂ કર્યું હતું અને તે નાનો હતો ત્યારે તેના પિતાનું મૃત્યું થઈ ગયુ હતુ. અજયના જીવનમાં ઘણાં સંઘર્ષો આવવાનું શરૂ થયા હતા અને અજય માત્ર બે વિઘા જમીનમાં એલોવેરા ની ખેતી કરીને સખત મહેનત કરીને સફળતા મેળવી છે.

અજય સખત મહેનત કરીને પૈસા ભેગા કરીને ખેતરની નજીક જમીન ખરીદી હતી અને પ્રોસેસિંગ યુનિટ નું સેટઅપ કરી ને એલોવેરા પ્રોસેસિંગનો ધંધો તૈયાર કર્યો હતો અને આજે અજય એલોવેરા ની ખેતી માથી 45 થી પણ વધારે પ્રોડક્ટ બનાવીને બજારમાં વેચે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!