એ..એ..ઉડાડ્યા..! ઝડપી કાર ચાલકની બેદરકારીના કારણે એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… કાચા-પોચા હૃદય વાળા વિડીયો ન જુઓ તો સારું…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક ઝડપી કારની બેદરકારીના કારણે એવો ભયંકર અકસ્માત સર્જાયો કે સાંભળીને હૈયુ ધ્રુજવા લાગે છે. આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી કાર ચાલકે ચાર લોકોને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ત્રણ યુવતીઓ અને એક યુવકનો સમાવેશ થાય છે.

આ ઘટનામાં ત્રણને ગંભીર ઈજા પહોંચી છે અને એકને નાની મોટી ઈજા પહોંચી છે. તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઝડપી કાર સૌ પ્રથમ એક બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર લગાવે છે અને પછી રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતી ત્રણ વિદ્યાર્થીનીઓને જોરદાર ટક્કર લગાવે છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના 18 જુલાઈના રોજ બપોરના સમયે કર્ણાટકના રાયચૂરમાં બની હતી. પરંતુ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, એક બાઈક સવાર યુવક યુ ટન લેતો નજરે પડી રહ્યો છે.

આ દરમિયાન સામેથી આવતી સફેદ રંગની એક કાર બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર લગાવે છે. જેના કારણે બાઇક સવાર યુવક હવામાં ફંગોળાઈને રોડ ઉપર પટકાયો હતો. ત્યારબાદ ઝડપી કાર ચાલક રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતી બે વિદ્યાર્થીનીઓને ટક્કર લગાવે છે. જ્યારે અન્ય એક વિદ્યાર્થીને કાર ચાલકે જરાક જ ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનામાં બે વિદ્યાર્થીનીઓ અને એક બાઈક સવાર યુવકને ગંભીર ઇજા પહોંચી છે. જ્યારે એક વિદ્યાર્થીનીને અકસ્માતની ઘટનામાં સામાન્ય ઇજા પહોંચી છે. સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે કારચાલકની ધરપકડ કરી હતી અને તેની કાર પણ કબજે કરી લીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*