ભારે વરસાદના કારણે આ શહેરમાં એરપોર્ટ થઈ ગયું પાણી-પાણી, ગાડીઓ અને ટેક્સી ફસાઈ પાણીમાં…જુઓ વિડિયો

43

ગઈકાલે દેશના અનેક વિસ્તારોમાં સારો વરસાદી માહોલ જામ્યો હતો. સોમવારના રોજ બેંગ્લોરમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. ત્યારે સોમવારે થયેલા આખો દિવસના વરસાદ બેંગ્લોરના કેંપગૌડા ઈંટરનેશનલ એરપોર્ટની બહારનો રસ્તો પાણી પાણી થઇ ગયો હતો.

રસ્તા પર ભારે પ્રમાણમાં પાણી આવવાના કારણે એરપોર્ટની અંદર જઈ રહેલી ગાડીઓ અને ટેક્સીઓ પાણીમાં ફસાઇ ગઇ હતી. ત્યારે આવા સમયમાં લોકોને એરપોર્ટ સુધી પહોંચાડવા માટે ટ્રેક્ટર નો ઉપયોગ કરવો પડ્યો હતો.

આ ઉપરાંત એરપોર્ટ થી બહાર નીકળતા મુસાફરોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ટ્રેક્ટરથી મુસાફરોને લાવવાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. બેંગ્લોરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું.

આઈટી હબની કોનાપ્પના અગ્રહારા સરહદમાં એક ઘરાં બે વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. ત્યારે શોર્ટસર્કિટના કારણે બંનેમાંથી એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારના રોજ કર્ણાટકમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ પૂર્વ સાગરની ઉપર એક ચક્રવાત અને બીચમાં એક ટ્રફ પસાર થવાના કારણે કર્ણાટકમાં આગામી ચાર દિવસોમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના છે.

બેંગ્લોર નું એરપોર્ટ નો વિડીયો જોઈને તમે ચોંકી જશો કારણકે એરપોર્ટ ની ચારે બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે અને પાણીની અંદર વાહનો ફસાયેલા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!