ધોધમાર વરસાદના કારણે સાપુતારામાં તારાજી સર્જાઈ, રોડ-રસ્તા પર ઝરણા વહેતા થયા – જુઓ સાપુતારાનો આ અદભુત નજારો…

ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ પણ સર્જાય છે. ત્યારે ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વળી રહેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વિવિધ માર્ગ પર ભેખડ પડ્યા હતા.

ત્યારે તંત્ર દ્વારા હવે આ રસ્તાઓ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. સાપુતારામાં હાલમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. અનેક જગ્યાઓ પર રસ્તા પર ઝરણા વહેતા થઈ ગયા છે, તેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાપુતારા ફરવા જઈ રહેલા લોકોને પોલીસ અપીલ કરી રહે છે કે, અહીં વાહન સંભાળીને ચલાવવા અને બની શકે તો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરો.

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક માટે ડાંગ જિલ્લાના માથે વાદળોનું સંકટ ઘેરાયેલું છે. ડાંગમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ રસ્તા પર ધોધ વહેવા લાગ્યા છે.

ભારે વરસાદના પગલે ડાંગ જિલ્લાના સબેર તાલુકામાં આવેલા ગિરિમાળા ધોધમાં અને વઘાઈ ખાતે આવેલા ગીરાધોધમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થાય છે. પાણીની આવક થતા અનેક જગ્યાએ ડાંગમાં કુદરતના અદભુત નજારા જોવા મળી રહ્યા છે.

મુશળધાર વરસાદના કારણે નાના નાના ઝરણાં હોય પણ રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ ઝરણાઓ મનમોખ બની ગયા છે. આહવાનગરના બંને છેડે આહવા સાપુતારા રોડ અને આહવા વઘાઈ રોડ પર ધોધમાર મૂકીને વરસી રહ્યા છે. સાપુતારામાં ભારે વરસાદ પડવાના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

દૂર દૂરથી લોકો સાપુતારાના આ અદભુત દ્રશ્યો જોવા માટે સાપુતારા આવી રહ્યા છે. સાપુતારા જતી વખતે રસ્તામાં ખાસ ધ્યાન રાખવું. અનેક જગ્યાએ ભેખડ પડ્યા છે અને અનેક જગ્યાએ રસ્તા ખૂબ જ નબળા પડી ગયા છે. તેથી વાહનચાલકોને અહીં રસ્તા પર વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*