ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે આ મહત્વપૂર્ણ બ્રિજ થયો ધરાશાય…

95

છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ અને રાજકોટમાં વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં ભારે વરસાદ પડવાના કારણે જામકંડોરણા તાલુકા નો બ્રિજ અચાનક ધરાશાયી થઇ ગયો હતો.

સારી વાત એ છે કે જ્યારે બ્રીજ ધરાશાયી થયો ત્યારે બ્રિજ પર કોઈ નહોતું. આ બ્રીજ ધરાશાયી થવાના કારણે જામકંડોરણા – ગોંડલ હાઈવેને બંધ કરી દેવો પડયો છે.

સોમવારના રોજ ભારે વરસાદના કારણે રાજ્યના અનેક રોડ પણ તૂટી ગયા હતા. અત્યાર સુધીમાં ભારે વરસાદના કારણે કેટલાય રસ્તાઓ અને પુલ તૂટી ગયા છે.

મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં ભારે વરસાદના કારણે એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઇવે અને ઉપરાંત બીજા અન્ય 200 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના ગામડાઓમાં નદીનું પાણી ઘુસી ગયું છે.

રાજ્યની પોલીસ અને રાહત ટીમ દ્વારા ગામડા માં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ જિલ્લાની મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના લોધીકામાં 21 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના વિસાવદરમાં 19 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત કાલાવડમાં 16 ઈંચ વરસાદ વરસ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!