રાજકોટમાં ભારે વરસાદના કારણે ચાર કાર વહેતા પાણીમાં ફસાઈ, હજુ પણ બે વ્યક્તિઓ લાપતા – જુઓ વિડિયો

94

ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જ્યારે રાજકોટ શહેરમાં તો વરસાદ બઘડાટી બોલાવી રહ્યો છે. રાજકોટમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નદી બેકાબૂ બની છે. ઉપરાંત અનેક જળાશયો ઓવરફલો થઇ ગયાના સમાચાર સામે આવ્યા છે.

જ્યારે રાજકોટ શહેરમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં પાણીના પ્રવાહમાં ચાર ફસાઈ હોવાની ઘટનાઓ સામે આવી છે. ઉપરાંત આ તમામ કેસમાં હજુ પણ બે વ્યક્તિઓ લાપતા છે.

મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ખીરસરા ગામ પાસે આવેલા છાપરા ગામ નજીક વરસાદના પાણીમાં એક i20 કાર તણાઈ ગયો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ કારમાં કુલ ત્રણ લોકો મુસાફરી કરી રહ્યા હતા. કારમાં સવાર એક વ્યક્તિને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે કારની અંદર રહેલા બે વ્યક્તિઓની હજુ પણ શોધખોળ શરૂ છે. આ ઘટનાની જાણ થતા રાજકોટ થી ફાયરની ટીમે બંને યુવકોની શોધખોળ શરૂ કરી છે.

આ ઉપરાંત રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના નગર પીપળીયા ગામે વીજુડી ડેમ અંતર્ગત આવેલો ચેકડેમ ફુલ થવાના કારણે એક ઇકો કાર વહેતા પાણીમાં તણાઇ ગઇ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ઇકો કાર ચાલક સમયસૂચક કારમાંથી બહાર આવી ગયો હતો.

આ ઉપરાંત રાજકોટ મોરબી હાઇવે પર કાગદડી ગામ પાસે પણ વહેતા પાણીમાં એક સેન્ટ્રો કાર ફસાઈ ગઈ હતી. આ ઉપરાંત ચોથી ઘટના રાજકોટ શહેરના હરિદ્વાર રોડ બની હતી. જ્યાં એક સફેદ કલરની કાર પાણીમાં ફસાઇ ગઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!