સાવરકુંડલાના રંઘોળા રોડ પર ભારે વરસાદના કારણે એક ટ્રક અચાનક પલટી ખાઇ ગયો…

Published on: 6:54 pm, Tue, 7 September 21

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ માહોલ જામ્યો છે ત્યારે વરસાદી માહોલમાં અનેક વિસ્તારોમાં અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં રંગોળા સ્ટેટ હાઈવે પર એક ટ્રક વરસાદના કારણે પલટી ખાઇ ગયો છે.

મળતી માહિતી મુજબ સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇરાત્રે અતિભારે વરસાદ પડવાના કારણે સ્થાનિક લોકોના નિવાસસ્થાનો માં અને ખેતર અને રોડ પર પાણી ભરાઇ ગયા હતા.

ત્યારે રોડની સાઈડમાં પણ પાણી ભરાઇ ગયા હતા ઉપરાંત રોડ પર સમારકામ પણ ચાલુ હતું. ત્યારે રાત્રિના સમય દરમિયાન એક ટ્રક રંઘોળા સ્ટેટ હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે અચાનક પલટી મારી ગયો હતો.

અકસ્માત દરમિયાન ડ્રાઇવર અને કલીનર ને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નથી. મળતી માહિતી અનુસાર અહીં જ ખરાબ ખાડાઓ હોવાના કારણે દસ દિવસ પહેલાં જ એક આઈસર ટ્રક પલટી મારી ગયો હતો.

જેના કારણે હાઇવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ચોમાસા દરમ્યાન અહીં સ્ટેટ હાઇવે પર વાહનો સાથે આવી ઘટનાઓ બનતી જ રહે છે. થોડા દિવસો પહેલા સ્થાનિક લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતીકે રોડનું સમારકામ કરીને રોડ ને ઊંચા લાવો.

પરંતુ તંત્ર તરફથી કોઇ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી તેના કારણે આ અકસ્માત સર્જાયો હતો અને રોડ પર પસાર થયેલા નાના-મોટા અનેક વાહનોને રોડ ની પરેશાની ભોગવવી પડી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સાવરકુંડલાના રંઘોળા રોડ પર ભારે વરસાદના કારણે એક ટ્રક અચાનક પલટી ખાઇ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*