ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટના જેતપુર-ધોરાજી હાઇવે પર બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં જેતપુર ગુંદાળા ગામ પાસે નશાની હાલતમાં સ્વીફ્ટ કાર ચલાવનાર વ્યક્તિએ બે બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.
જેના કારણે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા બાઈક ચાલકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન હોસ્પિટલમાં 18 વર્ષના હર્ષ વઘાસિયા નામના યુવકનું મોત થયું હતું.
જાણવા મળી રહ્યું છે કે, અકસ્માતની ઘટનામાં કાર ચાલક કારચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો. જેને પણ સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ત્યારે ઈજાગ્રસ્ત થયેલો કારચાલક હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો છે. હાલમાં તો પોલીસે તેને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે.
વિગતવાર વાત કરીએ તો અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત થયેલા લોકોની મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કારની અંદર અન્ય લોકો સવાર હતા અને કારની અંદર દારૂની બોટલ પણ જોવા મળી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે કાર ચાલક પ્રતીક નશાની હાલતમાં હતો.
આ અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક પ્રતીકને સ્થાનિક લોકોએ બરાબરનો મેથીપાક પણ આપ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા કાર ચાલકને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પોલીસ અહીં આવીને તેની અટકાયત કરે તે પહેલા તો કારચાલક હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો.
જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં 18 વર્ષના હર્ષના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. આ કારણોસર સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને જેતપુર પોલીસ એ સ્વીફ્ટ કાર ચાલક પ્રતીક નટુભાઈ ગજેરા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. માત્ર 18 વર્ષના દીકરા નું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment