નશામાં બાઈકચાલકનું અકસ્માત, રોડ ક્રોસ કરીને રોંગ સાઈડમાં જતા ટ્રક સાથે ટક્કર…જુઓ વિડિયો…

116

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે અને અકસ્માતની ઘટનામાં નિર્દોષ લોકો એક જણાની બેદરકારીના લીધે પોતાનો જીવ ગુમાવે છે. અને મોટાભાગના અકસ્માતો નશાની હાલતમાં થાય છે જ્યારે કોઈ પણ વ્યક્તિનો શું કરે છે.

ત્યારે તેને તે નથી ખબર હતી કે તે શું કરી રહ્યો છે કે તેના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે. અને પોતાના નશા ના કારણે તે પોતાનો જીવ ગુમાવી શકે છે તેવી જે ઘટના સામે આવી છે.

આ સમગ્ર ઘટના તેલંગાણાની છે. તેલંગાણાના શંકરપલ્લીમાં નશામાં ટલી થઈ ગયેલા એક બાઈક ચાલકે સામેથી આવતી ટ્રક સાથે જબરદસ્ત ટક્કર મારી હતી. કાલ સાથે ટક્કર મારતા જ બાઇક સવાર રોડ પર પડી ગયો હતો અને આ સમગ્ર ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડિવાઈડર ક્રોસ કરીને ટ્રકચાલક રોંગ સાઈડમાં જઈ રહ્યો છે ત્યારે રોંગ સાઈડમાંથી આવતા એક બાઈક ચાલકે ટ્રક સાથે ટક્કર મારી છે.

આ સમગ્ર ઘટનામાં બાઇક પર બે યુવક સવાર હોય છે અને ટ્રક સાથે ટક્કર મારતાં બંને યુવકો રોડ પર પડી જાય છે. મહત્વનું એ છે કે અકસ્માત દરમિયાન બંને યુગમાં થી કોઈપણ નું મૃત્યુ થયું નથી બંનેને ઇજા પહોંચી છે અને સારવાર માટે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે ટ્રક ચાલક અને બાઈક ચાલક સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!